Home /News /world /

કઇ રીતે ન્યૂક્લીઅર પ્લાન્ટ પર ચીનની લાપરવાહી વિશ્વમાં લાવી શકે છે વિનાશ?

કઇ રીતે ન્યૂક્લીઅર પ્લાન્ટ પર ચીનની લાપરવાહી વિશ્વમાં લાવી શકે છે વિનાશ?

પ્રતિકાત્મક તસવીર

ચીનના ગુઆંગદોંસ પ્રાંતમાં તાઇશન ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટથી રેડિયોએક્ટિવ લીકેજની ખબર ડરાવી રહી છે. સીએનએનમાં પ્રકાશિત અહેવાલ અનુસાર હવે અમેરિકામાં બાઇડન પ્રશાસન જોઇ રહ્યું છે કે ક્યાંક લીકેજ વધુ તો નથી થઇ રહ્યું.

કોરોના મહામારી (corona pandemic) ફેલાવવાના આરોપોથી ઘેરાયેલ ચીન હવે એક નવા વિવાદમાં ફસાઇ ગયું છે. હોંગકોંગ (Hong Kong) પાસે ચીનના (china) એક પરમાણુ પ્લાન્ટમાં (Nuclear plant) થોડા દિવસો પહેલા લીકેજની ખબર આવી હતી. પરંતુ ચીન આ જાણકારીને ગુપ્ત રાખતું હતું. માનવામાં આવી રહ્યું છે કે, પ્લાન્ટથી લીકેજ વધવા પર પરિસ્થિતી વધુ બગડી શકે છે. તે પ્લાન્ટમાં એક ફ્રાંસની કંપની પણ ભાગીદાર છે, તેથી અમેરિકા અને ફ્રાન્સ મામલાની તપાસમાં જોડાયા છે.

શું થઇ રહ્યું છે ચીનમાં
ચીનના ગુઆંગદોંસ પ્રાંતમાં તાઇશન ન્યૂક્લિઅર પાવર પ્લાન્ટથી રેડિયોએક્ટિવ લીકેજની ખબર ડરાવી રહી છે. સીએનએનમાં પ્રકાશિત અહેવાલ અનુસાર હવે અમેરિકામાં બાઇડન પ્રશાસન જોઇ રહ્યું છે કે ક્યાંક લીકેજ વધુ તો નથી થઇ રહ્યું. જો આમ થાય છે તો મોટો વિનાશ સર્જાઇ શકે છે. તેનાથી ન માત્ર ત્યાંની પરંતુ રેડિયોએક્ટિવ તત્વોના કારણે હવા ઝેરી બનતા પાડોશી દેશો સુધી અસર થઇ શકે છે.

શું થાય છે જ્યારે શરીરમાં રેડિયોએક્ટિવ તત્વ ચાલ્યા જાય?
આ એવા તત્વ છે જેના સંપર્કમાં આવતા થોડા જ દિવસોમાં સ્વસ્થથી સ્વસ્થ માણસ પણ દમ તોડી દે છે, કારણ કે તે સીધુ લોહીથી પ્રતિક્રિયા કરે છે. આ સિવાય ધીમી ગતિથી ક્રિયા કરવા પર તે સ્કીન, હાડકા કે લોહીના કેન્સર જેવી ઘાતક બીમારીઓ આપે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફિલ્મી સીન જેવો Video! કુખ્યાત હારુનશાએ છરો બતાવ્યો તો સામે PSIએ રિવોલ્વર તાકી, ઘર્ષણ બાદ વોન્ટેડને દબોચી લીધો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે.....

બાળકોમાં થાઇરોઇડ કેન્સરનો ખતરો રહે છે
લાઇવ સાયન્સ વેબસાઇટ પર મળેલ જાણકારી અનુસાર રેડિયોએક્ટિવ તત્વ કોશિકાઓ પર જ હુમલો નથી કરતા પણ શરીરના અલગ-અલગ અંગો પર ઘાતક અસર કરે છે. જેમ કે રેડિયો એક્ટિવ આયોડિનને થાઇરોઇડ ગ્લેન્ડ શોષિત કરી લે છે. તેનાથી થાયરોઇડ કેન્સર થાય છે. બાળકો પર આ ખતરો વધુ રહે છે કારણ કે તેમની થાઇરોઇડ ગ્લેન્ડ વયસ્કોથી 10 ગણી નાની હોય છે.

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

રક્તસ્ત્રાવથી થઇ શકે છે મોત
આ સિવાય રેડિએશન સિકનેસ પણ થાય છે. જે હવામાં રહેલ રેડિએશન કે પાણી દ્વારા પહોંચતા રેડિયોએક્ટિવ તત્વોના કારણે થાય છે. તે જીવલેણ હોય છે કારણ કે તેમાં તત્વ સીધા શરીરમાં પહોંચીને દરેક અંગ પર અસર કરે છે. આ સિવાય તેના લક્ષણોમાં નાક, કાન, મોઢામાંથી લોહી નીકળવું અથવા આંતરિક બ્લીડિંગ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ-પતિએ કર્યું એવું કારસ્તાન કે પત્ની અને સાળી બહાર કોઈને મોંઢું દેખાડવાના લાયક ના રહ્યા

ખતરો હજારો વર્ષો સુધી રહે છે
રેડિયોધર્મી કચરાની સાથે બીજી સમસ્યા તે છે કે તે સંપૂર્ણ ખતમ નથી થઇ શકતા. કચરાના સ્ત્રોતના આધારે રેડિયોધર્મિતા અમુક કલાકોથી ઘણા વર્ષો સુધી રહી શકે છે. જે બાદ તેની ઘાતક અસર ઓછી થઇ જાય છે. તે જ કારણ છે કે તેના ખતરાના આધારે ઘન અને તરલ કચરાનો નિકાલ અલગ રીતે થાય છે. ઘન કચરો સાવધાનીથી તેવી જગ્યાએ દાટી દેવામાં આવે છે કે તેનાથી નીકળતા હાનિકારક વિકિરણ અને અન્ય કિરણ ઓછામાં ઓછી હાનિ પહોંચાડી શકે અને તેમાં કોઇ લીકેજ ન હોય.

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

પહેલા પણ થઇ ચુકી છે આવી દુર્ઘટના
રેડિયોધર્મી તત્વોના લીકેજના કારણે થતા નુકસાન કોઇ હવામાં વાતો નથી પણ પહેલા આવી ઘટના થઇ ચુકી છે. યૂક્રેનના ચેર્નોબિલ પરમાણુ ઉર્જા સ્ટેશનમાં વર્ષ 1986માં વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ આનન-ફાનનમાં પ્લાન્ટ સહિત આસપાસના વિસ્તારોને ખાલી કરાયા હતા. જોકે ત્યાર બાદ હજારો લોકો તેવી બિમારીઓ લઇને આવ્યા જે આ તત્વોના કારણે થઇ હતી.

જાપાનના ફુકુશિમા પ્લાન્ટની પણ ખૂબ ચર્ચા થઇ
દાયકા પહેલા જબરદસ્ત ત્સુનામી બાદ ફુકુશિમા પરમાણુ સંયંત્ર નાશ પામ્યું હતું. ત્યાર બાદ ત્યાં 10 લાખ ટનથી વધુ રેડિયોએક્ટિવ પાણી જમા છે. તેને સમુદ્રમાં નાખી દેવાની વાત થઇ. સંયંત્ર પાણી સમુદ્રમાં છોડવા પાછળનું કારણ આગામી ટોક્યો ઓલમ્પિક ગેમ છે. ગેમની જગ્યા ફુકુશિમાથી લગભગ 60 કિલોમીટર દૂર છે. તેવામાં વિશ્વભરથી આવેલા ખેલાડિઓને કોઇ દુર્ઘટનાનો ડર લાગી શકે છે. તેથી આ ડરને ખતમ કરવા જાપાન સરકારે રેડિયોએક્ટિવ પાણીને સમુદ્રમાં નાખવાનો નિર્ણય લીધો.

સરકારી આશ્વાસન બાદ પણ ચિંતા
સરકારે કહ્યું કે ઝેરી તત્વો નાખ્યા પહેલા પાણીને સાફ કરવામા આવશે. સરકારી દાવાઓ અનુસાર તે એટલુ સાફ હશે કે તેમાં રેડિએશન બાકી નહીં રહે. પરંતુ તેનાથી પાડોશી દેશ ડરેલા છે. ચિંતા છે કે રેડિયો એક્ટિવ તત્વ તરીને તેમના દેશ સુધી પહોંચી ગયા તો પરીણામો ઘાતક આવશે.જાપાની માછીમારો થઇ જશે બરબાદ
બહારની દુનિયા છોડો ખુદ જાપાના માછીમારો પણ પાણી છોડવાનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી વેપાર ઠપ્પ થઇ જશે. જણાવી દઇએ કે પહેલાથી જ જાપાનમાં સમુદ્રી જીવોને નુકસાન પહોંચાડવાના કારણે માછીમારો કુખ્યાત છે. કડક નિયમોની સાથે ખૂબ મુશ્કેલીથી પોતાની છાપ સુધારી છે. ત્યાર બાદ પણ ઘણા દેશ ફુકુશિમાથી આવનાર માછલી કે અન્ય સી ફૂડ ખરીદવાથી બચે છે. હવે રેડિયોએક્ટિવ પાણી નાખવાથા ન માત્ર સમુદ્રી જીવોને નુકસાન થશે પરંતુ માછીમારોનું કામ બંધ થઇ જશે. કારણ કે તેમની પાસેથી કોઇ ઝેરી સી-ફૂડ ખરીદવા નહીં માંગે.
First published:

Tags: Nuclear Plant, World news, ચીન

આગામી સમાચાર