'આના કરતા તો મરી જવું સારું,' યુવતીએ આ કારણે કર્યો આપઘાત

આપઘાત કરી લેનાર યુવતીની ફાઇલ તસવીર

 • Share this:
  હોંગકોંગમાં એક 23 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા તેણે પોતાના માતાપિતાની હત્યા કરી નાખી હતી. પોલીસને યુવતીના ઘરેથી મળેલી સુસાઇડ નોટમાં યુવતી ચામડીના રોગથી પીડિત હોવાનું માલુમ પડ્યું છે.

  સાઉથ ચાઇના પોસ્ટના રિપોર્ટ પ્રમાણે, પોલીસ તંત્રને મળેલી સુસાઇડ નોટમાં તેણીએ બીમારી વિશે વર્ણન કરતા લખ્યું હતું કે તેની ચામડી પર લાલ ચાઠા ઉપસી આવતા હતા. જેના કારણે તેને ખૂબ જ ખંજવાળ આવતી હતી. આ બીમારીથી તેણી એવું અનુભવી રહી હતી કે આવું જીવન જીવવા કરતા તો મરી જવું સારું. સીએનએનના જણાવ્યા પ્રમાણે તેણીએ આ બીમારી અંગે બ્લોગમાં પોસ્ટ પણ મૂકી હતી. તેણી આ બીમારી માટે તેના માતાપિતાને જવાબદાર ગણાવતી હતી.

  23 વર્ષીય યુવતીની ઓળખ Pang Ching-yu તરીકે કરવામાં આવી છે. મંગળવારે હોંગકોંગના એક એપાર્ટમેન્ટમાંથી તેણીનો અને તેના માતાપિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને આશંકા છે કે તેણીએ પહેલા તેના માતાપિતાની હત્યા કરી નાખી હતી અને બાદમાં તેણીએ આપઘાત કરી લીધો હતો.

  પોલીસે હત્યા પાછળનો ઉદેશ્ય શું હતો તે અંગે કંઈ જણાવ્યું નથી, પરંતુ તેમને આશંકા છે કે બીમારી સામેનો યુવતીનો સંઘર્ષ આપઘાત અને હત્યાકાંડ પાછળનું એક કારણ હોઈ શકે છે.

  પાડોશીના ફોન બાદ પોલીસ જ્યારે યુવતીના ઘરે પહોંચી હતી ત્યારે તેનું મોઢું એક પ્લાસ્ટિકની બેગથી ઢંકાયેલું હતું. આ બેગ એક ગેસના બાટલા સાથે જોડાયેલી હતી. તેની બાજુમાં તેના માતાપિતાના મૃતદેહ પડ્યાં હતાં, જેના પર ઈજાના નિશાન હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: