ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનમાં ઐતિહાસિક ગુરુ નાનક મહેલનો કેટલોક હિસ્સો તોફાની તત્વીએ તોડી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મહેલામાં લાગેલી ખૂબ જ મોંઘી કહેવાતી બારીઓ અને દરવાજાને તોડવામાં આવ્યા, ત્યારબાદ તેને વેચી દેવામાં આવ્યા. ગુરુ નાનક મહેલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલો છે.
શું છે મામલો?
પાકિસ્તાનના ડોન અખબાર મુજબ આ મહેલા ચાર માળની બિલ્ડિંગ છે જેની દીવાલો પર શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકની તસવીરો મૂકવામાં આવી છે. બાબા ગુરુ નાનક મહેલનું નિર્માણ 400 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. અહીં લાખોની સંખ્યામાં ભારત અને વિદેશથી શીખ તીર્થ યાત્રી આવે છે.
આ મહેલ લાહોરથી 100 કિમી દૂર નારૌવલ શહેરમાં આવેલો છે. તેમાં કુલ મળીને 16 રૂમ છે એન દરેક રૂમમાં ત્રણ-ત્રણ દરવાજા લાગ્યા છે. આ ઉપરાંત દરેક રૂમમાં ઓછામાં ઓછા ચાર વેન્ટિલેટર્સ પણ છે.
દેખભાળ કોણ કરે છે તેની નથી જાણ
આ મહેલની નજીક એક ગામના રહેવાસી મોહમ્મદ અસલમે જણાવ્યું કે તે લોકો તેને મહલના કહે છે. તેઓએ કહ્યું કે, થોડાક વર્ષો પહેલા અહીં કેનેડાથી એક ડલિગેટ આવ્યું જેમાં એક મહિલા પણ હતી. તેઓ બધાં અહીં આવીને ઘણા ખુશ થયા હતા.
ડોન અખબાર મુજબ, આ મહેલ પર કોનો માલિકી હક છે અને તેની દેખભાળની જવાબદારી કોની વે તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી.
કરતારપુર કોરિડોરનું નિર્માણ
નોંધનીય છે કે, હાલમાં કરતારપુર કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે શીખ શ્રદ્ધાળુઓ માટે ગુરુનાનક દેવની પવિત્ર ધરતી સુધી પહોંચ અને આવન-જાવન સરળ બને. ભારતમાં તેનું ઉદ્ઘાટન 26 નવેમ્બરે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ કરી હતી.