અમેરિકાની એક નાઈટ ક્લબમાં બાથરૂમની દીવાલો પર હિન્દુ દેવી-દેવતાંઓની તસવીરો લાગી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં વિવાદ થયો છે. આ મામલે એક ભારતીય મહિલા દ્વારા સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવેલા હેશટેગનાં વિરોધ બાદ બાથરૂમનાં ડિઝાઈનરે માફી માંગવી પડી હતી.
ઓહિયો પ્રાંતની રહેવાસી અંકિતા મિશ્રાએ ઇંન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ગયા મહિને તે ન્યૂયોર્ક હાઉસ ક્લબના બાથરૂમનો ઉપયોગ કરી શકી નહીં. તમે બાથરૂમમાં ભારતીય દેવતાઓ અને દેવીઓનું ચિત્ર શા માટે મૂક્યું? અંકિતાએ આ સાથે 'માય કલ્ચર ઇઝ નોટ યોર બાથરૂમ' હેશટેગનો ઉપયોગ કરી આ વાતને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.
અંકિતાએ એક સમાચાર વેબસાઇટમાં તેના બ્લોગમાં લખ્યું હતું કે, "છેલ્લા મહિનામાં મિત્રો સાથે નાઈટ-આઉટ દરમિયાન હું શાંત રહી શકી નહીં. ક્લબનાં વીઆઇપી બાથરૂમની સજાવટ જોઈને હું ગુસ્સે થઈ ગઈ હતી. દીવાલો પર દુર્ગા, શિવ અને ગણેશ ભગવાનની તસવીરો દોરવામાં આવી હતી.
અંકિતાએ ઇ-મેઇલ દ્વારા સીધી ક્લબને ફરિયાદ પણ કરી હતી. તેણે લખ્યું કે, હું હાઉસ ઓફ ન્યુયોર્ક ઉપર ફેસબુક અને ઇંન્સ્ટાગ્રામ સાથેના મારા અનુભવને શેર કર્યા પછી સીધો તમારી સાથે સંપર્ક કરવા માંગું છું. પ્રતિક્રિયામાં, તે ક્લબ વતી ડિઝાઇનરનો મેઈલ આવ્યો હતો. જેમાં ડિઝાઈનરે પોતાની સાંસ્કૃતિક અજ્ઞાનતા માટે માફી માંગી હતી. તેમણે ખાતરી આપી કે તરત જ બાથરૂમની દીવાલો બદલવામાં આવશે. ડિઝાઇનરે લખ્યું હતું કે તે આ બાબતે દિલગીર છે કે તેણે બાથરૂમ બનાવવા પહેલાં સંસ્કૃતિને લઈને સંશોધન કર્યું ન હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર