પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યા, ફરી બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયત્ન?

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યા, ફરી બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયત્ન?
પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યા, ફરી બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયત્ન?

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી નમ્રતા ચાંદની નામની યુવતીની લાશ તેના હોસ્ટલના રુમમાં મળી આવી

 • Share this:
  પાકિસ્તાન (Pakistan)માં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ યુવતીઓનું બળજબરીથી ધર્મ પરિવર્તન અને તેમની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના સિંઘ પ્રાંતના ઘોટકી (Ghotki)જિલ્લામાં વધુ એક હિન્દુ યુવતીની હત્યાની વાત સામે આવી છે. નમ્રતા ચાંદની નામની આ યુવતીની લાશ તેના હોસ્ટલના રુમમાં મળી આવી છે.

  નમ્રતા ચાંદની નામની યુવતી સિંઘ પ્રાંતના ઘોટકીની રહેવાસી છે. નમ્રતાના ગળા ઉપર એક કાપડ બાંધેલું હતું અને તેનો રુમ અંદરથી બંધ હતો. ફ્રી પ્રેસ જર્નલના રિપોર્ટ પ્રમાણે પોલીસ અધિકારી આ મામલાને આત્મહત્યા ગણાવીને તેને રફા દફા કરવા માંગતા હતા. જોકે નમ્રતાના પરિવારનું કહેવું છે કે તેની હત્યા કરવામાં આવી છે. નમ્રતાનો ભાઈ વિશાલ જે મેડિકલ કંસલટેંટ છે. તેનું માનવું છે કે પ્રાથમિક તપાસમાં જાણ થાય છે કે નમ્રતાની હત્યા કરવામાં આવી છે.  ભાઈએ લગાવ્યો હત્યાનો આરોપ
  વિશાલે કહ્યું છે કે આ આત્મહત્યા નથી, આત્મહત્યાના નિશાન અલગ હોય છે. મેં તેના ગળા ઉપર તારના નિશાન જોયા છે. તેના હાથ ઉપર પણ નિશાન છે. આ તારના નિશાન છે પણ તેની મિત્રનું કહેવું છે કે તેને નમ્રતાને જ્યારે જોઈ તો તેના ગળામાં દુપટ્ટો બાંધેલો હતો.

  આ પણ વાંચો - દિગ્વિજય સિંહનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું - ભગવાધારી મંદિરોમાં કરી રહ્યા છે રેપ

  વિશાલને જ્યારે પુછવામાં આવ્યું કે શું નમ્રતાને કોઈ પ્રકારની પરેશાન હતી. તો વિશાલે કહ્યું હતું કે આવું કશું જ ન હતું. મેં તેની સાથે બે દિવસ પહેલા જ વાત કરી હતી. તે ભણવામાં ઘણી હોશિયાર હતી. વિશાલે માંગણી કરી છે કે આ કેસની સારી રીતે તપાસ થાય અને પરિવારના લોકોને ત્યાંના લોકો સપોર્ટ કરે.

  આ ઘટનાના એક દિવસ પહેલા લોકોએ મંદિર સહિત ઘણી ઇમારતો ઉપર હુમલો કરીને નુકસાન કર્યું હતું. આ ઘટના પછી નમ્રતાના સંદિગ્ધ મોતથી સવાલ ઉઠી રહ્યા છે. લોકો તેને ધર્મ પરિવર્તન સાથે જોડીને જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તનના મામલા સામે આવી રહ્યા છે.
  First published:September 17, 2019, 21:01 pm

  टॉप स्टोरीज