ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાનના દક્ષિણ સિંધ પ્રાંતમાં ઈશનિંદાના આરોપમાં અકે હિન્દુ પશુ ચિકિત્સકની સોમવારે ધરપકડ કરી લીધી. એક મૌલવીએ તેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૌલવીને ફરિયાદ બાદ ડૉક્ટર રમેશ કુમારની ધરપકડ કરી લેવામાં આવી. પ્રાંતના મીરપરુખાસમાં ફુલાડયન નગરમાં ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકર્તાઓએ હિન્દુઓની દુકાનોમાં આગ લગાવી દીધી અને ટાયરોને સળગાવી રસ્તાઓ જામ કરી દીધા.
શું હતો મામલો?
સ્થાનિક મસ્જિદના મૌલવી ઇસહાક નોહરીએ પોલીસમાં નોંધાવેલી પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે ડૉક્ટરે પવિત્ર પુસ્તકના પાના ફાડીને તેમાં દવા લપેટીને આપી હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જાહિદ હુસૈન લેગહારીએ જણાવ્યું કે ડૉક્ટરની વિરુદ્ધ એક મામલો નોંધવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, કરાચી અને સિંધ પ્રાંતમાં મોટી સંખ્યામાં હિન્દુ રહે છે અને પાકિસ્તાન હિન્દુ પરિષદે થોડા સમય પહેલા ફરિયાદ કરી હતી કે અંગત અદાવતમાં ઈશનિંદા કાયદા હેઠળ લઘુમતી સમુદાયના સભ્યોને નિશાન બનાવવામાં આવે છે.
પાકિસ્તાનનો ઈશનિંદા કાયદો શું છે?
19મી સદીના બ્રિટિશ સામ્રાજ્યના નિયમો પર આધારિત આ કાયદાને 1980માં જિય ઉલ હકના રાષ્ટ્રપતિ બન્યા બાદ ફરીથી રજૂ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ઇસ્લામ કે પેગંબર મોહમ્મદની વિરુદ્ધ બોલનારા વ્યક્તિને મોતની સજાની જોગવાઈ છે. સજા-એ-મૌત ન મળતાં તેને આજીવન કેદની સજા આપવામાં આવે છે, સાથોસાથ તેને દંડ ભરવો પડે છે.
આમ તો, ઈશનિંદાના મામલામાં હજુ સુધી કોઈને ફાંસી નથી આપવામાં આવી. પરંતુ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 2009માં ઈશનિંદાના આરોપમાં ભીડે સાત ખ્રિસ્તીઓને આગને હવાલે કરી હત્યા કરી દીધી હતી. 2010માં પણ ફૈસલાબાદમાં બે ખ્રિસ્તી ભાઈઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર