બ્રાઝિલમાં હેલિકોપ્ટરમાં બેસી એન્ટ્રી કરવી દુલ્હનને આજીવન યાદ રહેશે, બ્રાઝિલમાં સાઓ પાઓલોમાં એક દંપત્તિએ હેલિકોપ્ટરમાં એન્ટ્રી કરવાનુ્ં નક્કી કર્યું હતું, જો કે પ્લાનિંગ કરેલી વેડિંગમાં અડચણ આવી. લગ્નના દિવસે દુલ્હન તેની સાથે એક બાળક અને એક ફોટોગ્રાફર હેલિકોપ્ટરમાં બેસીને લગ્નસ્થળે આવ્યા હતા, જો કે તેમનું હેલિકોપ્ટર લેન્ડિંગ સમયે જ ક્રેશ થઇ ગયું હતુ. થોડીવારમાં ઘટનાસ્થળે નાસભાગ મચી જવા પામી હતી.
શું કહેવું છે લગ્નમાં આવેલા મહેમાનોનું
ઘટના સમયે લગ્નમાં આવેલા મહેમાનોએ વીડિયો બનાવ્યો હતો, જેમાં દેખાઇ રહ્યું છે કે દુલ્હનને લઇને હેલિકોપ્ટર નિશ્ચિત સ્થળે લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરે છે, જો કે પાટલોટે કાબૂ ગુમાવતા જમીન સાથે અથડાયું હતું. જમીન પર અથડાયા બાદ હેલિકોપ્ટરમાંથી ધૂમાડા નિકળવાનું શરૂ થયું હતું, જો કે હાજર લોકોએ હેલિકોપ્ટરમાં બેઠેલી દુલ્હન સહિત તમામ લોકોને સમયસર બહાર કાઢી લીધા હતા, ત્યારબાદ હેલિકોપ્ટરમાં ધડાકા સાથે આગ લાગી હતી. સમગ્ર ઘટનામાં પાયલટ સહિત તમામ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તો શહેરની ફાયર ફાઇટરની ટીમ દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.
દુર્ઘટના બાદ પણ યોજાયા લગ્ન
બ્રાઝિલના બ્રોડકાસ્ટર ગ્લોબોના રિપોર્ટ પ્રમાણે સાઓ પાઓલોમાં બનેલી દૂર્ઘટના બાદ પણ દુલ્હન અને દુલ્હાએ લગ્ન સેરેમની આગળ વધારવાનો નિર્ણય લીધો હતો. હાજર લોકોએ ટ્વીટ કરી જણાવ્યું કે એક તરફ ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાંથી ધૂમાડો નિકળી રહ્યો હતો, ને બીજી બાજુ લગ્ન સમારોહ ચાલીરહ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર