પાકિસ્તાને આપ્યો સંકેત, ભારતીય જેટ સામે F-16નો થયો હતો ઉપયોગ

પાકિસ્તાને આપ્યો સંકેત, ભારતીય જેટ સામે F-16નો થયો હતો ઉપયોગ

સોમવારે પાકિસ્તાને કહ્યું હતું કે ઇસ્લામાબાદ પાસે પોતાની રક્ષા માટે કોઈ પણ ચીજનો ઉપયોગ કરવાનો અધિકાર

 • Share this:
  પાકિસ્તાને પ્રથમ વખત સંકેત આપ્યો છે કે 27 ફેબ્રુઆરીએ ભારતીય હવાઇ ક્ષેત્રમાં ઘુસીને હુમલો કરવા માટે અમેરિકી વિમાન F 16નો ઉપયોગ કર્યો હતો. સોમવારે પાકિસ્તાને કહ્યું હતું કે ઇસ્લામાબાદ પાસે પોતાની રક્ષા માટે કોઈ પણ ચીજનો ઉપયોગ કરવાનો અધિકાર છે.

  ભારતે દાવો કર્યો હતો કે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની એફ-16 વિમાન ભારતની સરહદમાં આવ્યું હતું, જેને સુખોઈથી તોડી પાડ્યું હતું. આ મુદ્દા પર પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે સોમવારે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે પાકિસ્તાને પોતાના એર સ્પેસમાં રહીને એલઓસીની તે બાજુ સ્ટ્રાઇક કરી હતી. આ માટે JF17નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો - સરહદ પર દેખાયા પાકિસ્તાની વિમાન, ભારતે સુખોઇ-મિરાજ તૈયાર કર્યા

  ગફૂરે દાવો કર્યો હતો કે આ પછી ભારતીય જેટ્સે એલઓસી ક્રોસ કરી હતી જેને પાકિસ્તાની એરફોર્સ તોડી પાડ્યા હતા. ગફૂરે આગળ કહ્યું હતું કે ભારતીય વિમાનોને તોડી પાડવા માટે F-16નો ઉપયોગ થયો હોય કે JF-17નો તેનાથી કોઇ ફરક પડતો નથી.

  ગફૂરે કહ્યું હતું કે પાકિસ્તાન પાસે પોતાની રક્ષા માટે કોઇપણ ચીજનો ઉપયોગ કરવાનો અધિકાર છે. જોકે ગફૂરે એ વાતને ફગાવી દીધી હતી કે ભારતીય વાયુસેનાએ એફ-16ને તોડી પાડ્યું છે.

  ઉલ્લેખનનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન ઘણું વધી ગયું હતું.
  Published by:Ashish Goyal
  First published: