રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં ઉડાન ભરી, શસ્ત્ર પૂજન કર્યું

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - આ વાયુસેના માટે ઐતિહાસિક દિવસ

News18 Gujarati
Updated: October 9, 2019, 9:40 AM IST
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાફેલ વિમાનમાં ઉડાન ભરી, શસ્ત્ર પૂજન કર્યું
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું - આ વાયુસેના માટે ઐતિહાસિક દિવસ
News18 Gujarati
Updated: October 9, 2019, 9:40 AM IST
પેરિસ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defence Minister Rajnath Singh)મંગળવારે દેશનું પ્રથમ રાફેલ જેટ (Rafale Jet) પ્રાપ્ત કર્યું છે. આ પ્રસંગે ફ્રાન્સ પહોંચેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે આજે મને ખુશી થઈ રહી છે કે રાફેલ એરક્રાફ્ટ પોતાના સમય પ્રમાણે ભારત આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે તેનાથી વાયુસેનાની તાકાત વધશે. ભારત અને ફ્રાન્સની રણનીતિક ભાગીદારીમાં એક નવો મીલનો પત્થર છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતમાં આજે દશેરાનો તહેવાર છે. જેને વિજયાદશમીના નામથી ઓળખવામાં આવે છે. જ્યાં અમે બુરાઇ ઉપર જીતની ઉજવણી કરીએ છીએ. આજે 87મો વાયુ સેના દિવસ પણ છે.

રાજનાથ સિંહે ભારતને મળેલ પ્રથમ રાફેલમાં ઉડાન ભરી હતી અને શસ્ત્રપૂજન પણ કર્યું હતું.

આ પહેલા ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defence Minister Rajnath Singh) ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મેક્રો (Emanuel Macron) સાથે મુલાકાત કરી હતી. રાજનાથ સિંહ ફ્રાન્સના પોર્ટ શહેર બોર્ડોક્સ (Bordeaux) માં પ્રથમ રાફેલ જેટ મેળવ્યું હતું.  આ કાર્યક્રમમાં રાફેલ જેટ નિર્માતા દસૉ એવિએશન (Dassualt Aviation)ના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.



મે મહિનામાં આવશે ચાર પ્લેનો

રાફેલ જેટ પ્લેનને સોંપવાનો કાર્યક્રમ બોર્ડોક્સના મેરીગ્નેકમાં દસૉ એવિએશનના પરિસરમાં થશે. આ સ્થળ પેરિસથી લગભગ 590 કિલોમીટર દૂર છે. આમ તો રાજનાથ સિંહ મંગળવારે 36 રાફેલ જેટ પ્લેનો પૈકીનું પહેલું પ્લેન મંગળવારે પ્રાપ્ત કરી લેશે પરંતુ ચાર પ્લેનો આવતા વર્ષે મે મહિનામાં ભારત આવશે. દિવસમાં બાદમાં રાજનાથ સિંહ પાર્લેની સાથે વાર્ષિક રક્ષા વાર્તા પણ કરશે જે દરમિયાન બંને પક્ષ રક્ષા અને સુરક્ષા સંબંધને વધુ મજબૂત કરવા વિશે મંત્રણા કરશે.


9 ઑક્ટોબરે રક્ષા મંત્રી ફ્રાન્સની રક્ષા કંપનીઓના મુખ્ય કાર્યપાલક અધિકારીઓને સંબોધિત કરશે. શક્યતા છે કે તેઓ તેમને ભારતમાં રક્ષાા ક્ષેત્રમાં મેક ઇન ઈન્ડિયા પહેલમાં ભાગ લેવાની અપીલ કરશે. છેલ્લા થોડાક વર્ષોમાં ભારત અને ફ્રાન્સની વચ્ચે રક્ષા અને સુરક્ષા સંબંધોમાં વધુ સુમેળ સધાયો છે.

First published: October 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...