Home /News /world /

H-1B વિઝા પ્રોસેસમાં આવશે મોટા બદલાવ, આ લોકોને જ મળશે પ્રધાન્ય

H-1B વિઝા પ્રોસેસમાં આવશે મોટા બદલાવ, આ લોકોને જ મળશે પ્રધાન્ય

પ્રતિકાત્મક તસવીર

    ટ્રમ્પ પ્રસાશને શુક્રવારે એચ 1બી વિઝાની અરજી માટેના પ્રોસેસમાં મોટા બદલાવ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ બદલાવો અંતર્ગત એવા જ પ્રોફેશનલ્સ આવશે જે કુશળ હોય અને તેમની સેલેરી પણ વધારે હોય.

    મેરિટ બેસ્ડ રૂલના આ નવા પ્રસ્તાવ અંતર્ગત અમેરિકાની કંપનીઓ કોંગ્રેસે નક્કી કરેલી લિમિટ પ્રમાણે જેટલા કર્મચારીઓને જ વિઝા આપશે. તેમણે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસમાં પોતાને વિઝા અવધિ દરમિયાન નોંધાવવા પડશે.

    કોંગ્રેસે એચ-1બી વિઝા પર દરેક નાણાંકીય વર્ષમાં 65000 વિઝા આપવાની લિમિટ રાખી છે. યુએસમાંથી લેધેલી માસ્ટરની ડિગ્રી કે તેનાથી પણ વધારે ડિગ્રીવાળાને પહેલા વીસ હજાર અરજી આપનારાની આ લિમિટમાંથી છૂટ મળશે.

     આ પણ વાંચો: Forbes: અમેરિકાની ટેક કંપનીઓમાં ચાલે છે આ ભારતીય મહિલાઓનો સિક્કો

    યુએસસીઆઈએસ પણ એચ-1 બી કેપ અને એડવાન્સ ડિગ્રીના કારણે છૂટ મળી રહેલી અરજીઓની પસંદગી કરવા માટે પોતાનો આદેશ નહીં લગાડે. જેનાથી એચ-1 બી કેપ નંબર માટે અમેરિકામાંથી ડિગ્રી લેનારા વિદેશી કર્મચારીઓની સંખ્યા વધશે. આ નિયમથી કુશળ લાભાર્થીઓની પસંદગી થશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ કહ્યું કે આ નિયમમાં બદલાવ કરવાની સલાહ કે ટિપ્પણી 3 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી મોકલી શકાય છે.

     આ પણ વાંચો: અમેરિકાએ બનાવ્યા નવા નિયમ, હવે માત્ર 12 દિવસમાં જ મળશે H1-B વિઝા

    આ નિયમ અંતર્ગત યુએસસીઆઈએસ એચ 1બી કેપ અંતર્ગત પહેલા અરજીઓ લેશે. જરૂરી નોંધણી થયા પછી વધારે ડિગ્રીઓવાળી અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જેનાથી કુશળ અને વધારે કમાનાર પ્રોફેશનલ્સને લાભ મળશે. આવા પ્રોફેશનલ્સની સંખ્યામાં પણ 16 ટકાની વૃદ્ધિ થશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Donald trump, H1-B, H1-B visa, US

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन