Home /News /world /

અમેરિકાએ બનાવ્યા નવા નિયમ, હવે માત્ર 12 દિવસમાં જ મળશે H1-B વિઝા

અમેરિકાએ બનાવ્યા નવા નિયમ, હવે માત્ર 12 દિવસમાં જ મળશે H1-B વિઝા

પ્રતિકાત્મક તસવીર

હજારોની સંખ્યામાં આઇટી ફર્મમાં કામ કરનારા ભારતીય એન્જીનિયર્સ અમેરિકા જાય છે. જેમને H1-B વિઝા આપવામાં આવે છે.

    અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે જે લોકોના વિઝા એક્સ્પાયર થઇ રહ્યા છે. અથવા તો જેમનું સ્ટેટશ બદલાઇ ગયું છે. એમના ટૂંક સમયમાં જ દેશમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. પરંતુ આ પહેલા એક મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હજારોની સંખ્યામાં આઇટી ફર્મમાં કામ કરનારા ભારતીય એન્જીનિયર્સ અમેરિકા જાય છે. જેમને H1-B વિઝા આપવામાં આવે છે. પરંતુ હવે આ વિઝાની સમય મર્યાદાને ખુબજ ઓછી કરી દેવામાં આવશે. અમેરિકાના કાયદા પ્રમાણે પહેલા H1-B વિઝા ત્રણ મહિનાના સમયગાળા માટે આપવામાં આવે છે. જોકે હવે આને 12 દિવસ સુધી કરી દેવામાં આવી શકે છે.

    H1-B વિઝા એક્સ્પાયર થયા પછી પણ રિન્યૂ થશે

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે નવો નિયમ યુઝર્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસેસ (USCIS)એ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, નવા નિયમાનુસાર 12 દિવસ પહેલા રજૂ થયેલા H1-B વિઝાને રિન્યૂ માટે તમે ત્યારે જ એપ્લાય કરી શકશો જ્યારે પહેલાના વિઝા એક્સ્પાયર થઇ જાય. આ પહેલા વિઝાના એક્સ્પાયર થવના થોડા દિવસો પહેલા જ નવા વિઝા ઇશ્યૂ કરાવી શકાતા હતા. USCIS પ્રમાણે ફેબ્રુઆરી 2018થી જ આ નવા નિયમને લઇને ચર્ચાઓ થવા લાગી છે. પરંતુ હવે આ નિયમને લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    એનટીએ વ્યક્તિને ઇમીગ્રેશન જજ સામે રજૂ થવા માટે કહેવા આવે છે

    એક નિયમ પ્રમાણે જે લોકોએ વિઝા એક્સટેન્શનનું આવેદન આપ્યું છે. તેમણએ એનટીએ (નોટિસ ટૂ અપીયર) રજૂ કરવામાં આવશે. આની જવાબદારી યુએસસીઆઇએસને આપવામાં આવી છે. આ પહેલા મોટી સંખ્યામાં H1-B વિઝા હોલ્ડર્સને તેમના વિઝા એક્સટેન્ડ કરવા માટે ના પાડી દીધી હતી. જેમાંથી મોટાભાગના લોકો ભારતીય હતા.

    શું છે H1-B વિઝા?

    H1-B વિઝા આવા વિદેશી પ્રોફેશનલ્સ માટે રજૂ કરવામાં આવે છે. જેઓ ખાસ કામમાં કુશળ હોય છે. એના માટે સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણની જરૂરત હોય છે. કંપનીમાં નોકરી કરનાર લોકો તરફથી H1-B વિઝા માટે ઇમીગ્રેશન વિભાગમાં આવેદન કરવાનું હોય છે. આ વ્યવસ્થા વર્ષ 1990માં તાત્કાલિન રાષ્ટ્રપતિ જોર્જ બુશે શરૂ કરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Approval, H1-B visa, Indian, US, Visa Expiry, અમેરિકા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन