ન્યૂયોર્કઃ Googleએ પોતાના 13 ઉચ્ચ અધિકારીઓ સહિત 48 કર્મચારીઓને યૌન શોષણના આરોપમાં બહારનો દરવાજો બતાવ્યો છે. કંપનીના કર્મચારીઓને જાહેર કરવામાં આવેલા એક પત્રમાં સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે આવા અયોગ્ય વર્તન માટે કંપની 'આકરા' પગલાં લઈ રહી છે. પત્ર અનુસાર વર્ષ 2016થી અત્યાર સુધી 48 લોકોને કંપનીમાંથી જાતિય સતામણીના આરોપસર કાઢી મૂકવામાં આવ્યા છે.
કંપની તરફથી જાહેર કરવામાં આવેલો પત્ર અમેરિક વર્તમાનપત્ર NewYork Timesના એક રિપોર્ટમાં મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોગ્ય આચરણનો સામનો કરી રહેલા એન્ડ્રોઇડ ક્રિએટર રુબિનને કંપનીમાંથી કાઢી મૂકવા માટે 90 મિલિયન ડોલર (6.59 અબજ રૂપિયા) આપ્યા હતા.
વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે રૂબિનના પ્રવક્તાએ આ આરોપનો નકારી કાઢ્યા હતા. પ્રવક્તા સેમ સિંગરે કહ્યું કે રુબિને વર્ષ 2004માં એક કેપિટલ પેઢી પ્લેગ્રાઉન્ડ લોંચ કરવા માટે ગૂગલને છોડવાનો નિર્ણય લીધો હતો.
પિચાઇના પત્રમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ સુરક્ષિત અને સમાન વાતાવરણ પૂરું પાડવા માટે ખૂબ ગંભીર છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "અમે તમને આશ્વાસન આપવા માંગીએ છીએ કે યૌન ઉત્પીડન કે અયોગ્ય વર્તન અંગે મળેલી દરેક ફરિયાદને અમે ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે તપાસ અને યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છીએ."
પિચાઇએ એવું પણ કહ્યું કે કંપનીમાંથી હાંકી કાઢવામાં આવનાર તમામ કર્મચારીઓને એક્ઝિટ પેકેજ નહીં આપવામાં આવે. વર્તમાનપત્રના રિપોર્ટ પ્રમાણે ગૂગલના જે અજાણ્યા એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે એ વખતના ચીફ એક્ઝિક્યુટિવ લૈરી પેજે રુબિનને ત્યારે રાજીનામું આપવાનું કહી દીધું હતું જ્યારે વર્ષ 2013માં એક મહિલા કર્મચારી તરફથી લગાવવામાં આવેલા આરોપની પુષ્ટિ થઈ ગઈ હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર