Home /News /world /

ખુશખબરી! સાઉદી અરબમાં નોકરી બદલી શકશે ભારતીય કામદાર, કફાલા સિસ્ટમ થશે ખત્મ

ખુશખબરી! સાઉદી અરબમાં નોકરી બદલી શકશે ભારતીય કામદાર, કફાલા સિસ્ટમ થશે ખત્મ

પ્રતિકાત્મક તસવીર

નવા કાયદા પ્રમાણે નિયોક્તાઓના દુર્વવહાર અને શોષણની સ્થિતિમાં કામ કરીને વેતન મેળવનાર લાખો પ્રવાસી મજૂરો ઉપર તેની કંપની સાથે કામ કરવાની મજબૂરી હવે ખત્મ થઈ ગઈ છે.

  રિયાધઃ સાઉદી અરબમાં (Saudi Arabia) કામ કરી રહેલા ભારતીય કામદારો (Indian Workers) માટે સારા સમાચાર આવી ગયા છે. સાઉદી અરબમાં બીજા દેશોમાંથી આવનારા પ્રવાસી મજૂરો માટે બુધવારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. અહીં લોકો અનુબંધ ખત્મ કરીને નોકરી બદલી શકે છે. નવા કાયદા પ્રમાણે નિયોક્તાઓના દુર્વવહાર અને શોષણની સ્થિતિમાં કામ કરીને વેતન મેળવનાર લાખો પ્રવાસી મજૂરો ઉપર તેની કંપની સાથે કામ કરવાની મજબૂરી હવે ખત્મ થઈ ગઈ છે. આ નિર્ણયથી ત્યાં કામ કરનારા લાખો ભારતીય મજૂરોને ફાયદો થશે.

  સાઉદી અરબના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સુધારા અંતર્ગત વિદેશી કર્મચારીઓના એક જગ્યાથી બીજી જગ્ચાએ કામ કરવા, નોકરી છોડવા અને દેશણાં ફરીથી પ્રવેશ અને પોતાના નિયોક્તાની સહમતિ વગર જ અંતિમ નિકાસી વિઝા સુરક્ષિત કરવાની અનુમતી આપવામાં આવી શકે છે. આ સાધારાની લાંબા સમયથી જરૂર અનુભવાતી હતી. આ પહેલા કોઈપણ કંપનીની મંજૂરી વગર મજૂર આવું ન્હોતો કરી શકતો. મોટાભાગના મામલામાં વિઝાનો ડર દેખાડીને મજૂરોનું શોષણ કરવામાં આવતું હતું.

  કફાલા સિસ્ટમ ખત્મ કરાશે
  રોયર્સ પ્રમાણે ઉપ મંત્રી અબ્દુલ્લા બિન નાસિર અબુથનૈને કહ્યું છે કે માર્ચ 2021માં નવા તથાકથિત શ્રમ સંબંધની પહલ લાગુ કરવાાં આવશે. જેનાથી સાઉદી અરબની કુલ આબાદીની લગભગ એક તૃત્યાંસ અથવા રાજ્યમાં લગભગ એક કરોડ વિદેશી મજૂરોને અસર થશે.

  આ પણ વાંચોઃ-સેલ્ફીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સોઃ karwa chauth બાદ ફરવા ગયો પરિવાર, Selfie લેવા જતા 800 ફૂટ ઊંડી ખીણમાં પડતા મહિલાનું મોત

  હ્યુમન રાઈટ્સ વોચના શોધકર્તા રોથના બેગમના જણાવ્યા પ્રમાણે આ જાણકારીથી માલુમ પડે છે કે સાઉદીના અધિકારી અનેક ખાડી દેશોમાં પ્રચલિત કફાલા પ્રણાલીની (kafala system) કેટલીક જોગવાઈઓને ખત્મ કરી રહ્યા છે. આ પ્રણાલીથી વિદેશી કર્મચારીઓને કાયદાકીય રૂપથી તેમના નિયોક્તાઓથી બાંધેલા રાખતા હતા.

  આ પણ વાંચોઃ-Diwali 2020: ચપટી વગાડતા જ ઘરમાંથી ભાગી જશે બધી જ ગરોળીઓ, આ વસ્તુઓ ગરોળીને નથી ગમતી

  આ પણ વાંચોઃ-માત્ર 2250 રૂપિયાના પેન્શન માટે 92 વર્ષના દાદાએ લાકડીના ફટકા મારી 90 વર્ષની પત્નીની કરી હત્યા

  આ પહેલા વર્ષ કતરે પણ પોતાના શ્રમ કાયદાને ફેરવાર કર્યો હતો. બેગમે કહ્યું કે સાઉદી કાયદામાં ત્રણ ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં પ્રવાસી શ્રમિકોની સ્થિતિમાં સુધારો થશે. પરંતુ સાથે જ તેમણે કહ્યું કે એવું લાગે છે કે શ્રમિકોને વિઝાની જોગવાઈ કરનારી કફાલા સિસ્ટમ સંપૂર્ણ પણે ખત્મ નહીં કરવામાં આવે.  બેગમે વધુમાં જણાવ્યું કે, શ્રમિકો હજી પણ દેશમાં આવવા માટે એક નિયોક્તાની જરૂરત છે. જે તેમને સ્પોન્સર કરે અને નિયોક્તા હજી પણ પોતાના નિવાસ સ્થાને આમંત્રિત કરી શકે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Saudi arabia

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन