ન્યૂઝ18 ગુજરાતી : કોઇપણ દેશમાં મોંઘવારી વધે ત્યારે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધે છે. જો મોંઘવારી વેનેઝુએલા અને ઝિમ્બાબવે જેવા દેશોની જેમ હજાર ટકા પર પહોંચી જાય તો દેશની અર્થવ્યવસ્થા મરી જશે. મોંઘવારી ત્યારે વધારે ખતરનાક બની જાય છે જ્યારે કોઇપણ દેશ દેવામાં ડૂબી જાય છે. આવી જ કંઇક પરિસ્થિતિ પાકિસ્તાનની છે. મોંઘવારીનો માર સહી રહ્યાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન હાલ એકદમ બેબસ દેખાઇ રહ્યાં છે. પેટ્રોલ ડિઝલ પછી હવે દેશમાં સોનાની કિંમતો પણ ઘણી જ વધી રહી છે. તમને જણાવીએ કે શુક્રવારથી આજ સુધી સોનાની કિંમતોમાં 1750 પાકિસ્તાની રૂપિયા પ્રતિ દસ ગ્રામની તેજી આવી ગઇ છે.
10 ગ્રામ સોનાની કિંમત ભારતમાં 37920 રૂપિયા દસ ગ્રામ છે જ્યારે પાકિસ્તાનમાં દસ ગ્રામ સોનાની કિંમત 86,250 પાકિસ્તાની રૂપિયા છે. ભારતની સરખામણીમાં આ બેગણો છે.
આ પણ વાંચો :
ઓલ સિંઘ સર્રાફા જ્વેલર્સ એસોશિએશનનું (ASSJA) જણાવ્યું છે કે 32 ડોલર પ્રતિ ઔંસનો કુદકો લગાવીને વિશ્વ સોનાની કિંમત 1495 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઇ છે. આ સાથે જ પાકિસ્તાની રૂપિયાની નબળાઇની અસર સોનાની કિંમતો પર છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર