યુએસનાં કાલહાઉન કાઉંટી હાઇ સ્કૂલમાં એવી ઘટના બની છે જેણે દરેક જણને હેરાન કરી દીધા છે. શાળામાં એક શિક્ષકને વિદ્યાર્થીનીને લાતો અને થપ્પડ મારી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. ક્લાસરૂમમાં ટીચર ક્લાસ લેવા આવ્યા ત્યારની જ આ ઘટના છે. વિદ્યાર્થીની ટેબલ પર ચઢી ગઇ અને લાતો મારવા લાગી. તેની આવી હરકતને જોઇને ત્યાં હાજર બધા વિદ્યાર્થીઓ જોર જોરથી હસવા લાગ્યા હતા. ટીચર ખુરશી પરથી ઉઠ્યા નહીં તો તે વિદ્યાર્થીની તેમને થપ્પડ પણ મારવા લાગી.
વિદ્યાર્થીનીની આ હરકતને જોઇને શિક્ષક ઉઠ્યા અને દૂર જઇને ઉભા રહ્યા હતાં. જે પછી વિદ્યાર્થીની ખુરશી પર બેસી ગઇ અને ટેબલ પર પગ મુકીને બેસી ગઇ. 17 વર્ષની વિદ્યાર્થીનીનું નામ લિનેરિયા લિન ગ્રોવર છે. આ ઘટના પછી વિદ્યાર્થીનીને સસ્પેન્ડ કરી દેવામાં આવી.
WIS રિપોર્ટરનાં આંકડા પ્રમાણે વિદ્યાર્થીની પર સાર્વજનિક અપમાનજનક આચરણ, થર્ડ ડિગ્રી જેવા ચાર્જ લગાવવામાં આવ્યાં. શાળાએ જણાવ્યું કે આ ઘટનામાં શિક્ષક પર કોઇપણ પ્રકારનો ચાર્જ લગાવાયો નથી.
આ ઘટના પછી સ્કૂલ પ્રબંધનના સ્ટેટમેન્ટ પ્રમાણે શિક્ષક રજા પર છે. જો વિદ્યાર્થી દોષિત જાહેર થાય છે તો તેને 30 દિવસની લોન અને દંડ આપવાનો રહેશે.
NEW INFO: The Calhoun County Sheriff’s Office says a 17 year old girl has been charged with public disorderly conduct and third degree assault and battery related to a video that surfaced at Calhoun County High School of her standing on a teacher’s desk and hitting him. @wis10pic.twitter.com/w0SDLOYQmk