મસૂદને ગ્લોબલ આતંકી જાહેર કરવા હવે યૂરોપીયન યૂનિયનમાં જર્મનીએ કરી પહેલ

આતંકી મસૂદ અઝહરની ફાઇલ તસવીર

હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરષિદમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં ચીને રોડાં નાખ્યા હતા

 • Share this:
  જર્મનીએ જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માટે પહેલ કરી છે. ડિપ્લોમેટિક સૂત્રોએ મંગળવારે આ વાતની જાણકારી આપી કે મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા માટે જર્મની યૂરોપીયન યૂનિયનના સભ્ય દેશોની સાથે વાતચતી કરી રહ્યું છે.

  ડિપ્લોમેટિક સૂત્રો મુજબ, જો જર્મની પોતાના પ્રયાસમાં સફળ થાય છે તો યૂરોપીયન યૂનિયનના 28 દેશોમાં અઝહરની સંપત્તિ જપ્ત થઈ જશે અને તે તે દેશોની યાત્રા નહીં કરી શકે. હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને રોડાં નાખીને મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવામાં રોક લગાવી દીધી હતી.

  સૂત્રોએ જણાવ્યું કે, અઝહર પર બેન માટે જર્મની પ્રપોઝલ લઈને આવ્યું છે પરંતુ હજુ સુધી તેની પર કોઈ રિઝોલ્યુશન નથી આવ્યું. તેઓએ કહ્યું કે યૂરોપીયન યૂનિયનના તમામ 28 સભ્યો દેશોએ પાકિસ્તાન-આધારિત આતંકવાદી સંગઠન પર પ્રતિબંધનું સમર્થન કરવું પડશે, કારણ કે આ પ્રકારના નિર્ણય સર્વસંમતિથી લેવાય છે.

  આ પહેલા 15 માર્ચે ફ્રાન્સે અઝહર પર નાણાકિય પ્રતિબંધ લગાવ્યો અને કહ્યું કે તે યૂરોપીયન સહયોગીઓ સાથે જૈશ પ્રમુખના નામને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ સંસ્થાઓની યાદીમાં સામેલ કરવા માટે કામ કરશે.

  અમેરિકા, બ્રિટેન અને ફ્રાન્સે 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિથી મૌલાના મસૂદ અઝહર પર દરેક પ્રકારના પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી . આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુદ મસૂદ અઝહર પર હથિયારોનો વેપાર અને વૈશ્વિક પ્રવાસથી જોડાયેલા પ્રતિબંધ લગાવવાની સાથે તેની સંપત્તિઓ જપ્ત કરવામાં આવે. પરંતુ ચીને પોતાના વીટોનો ઉપયોગ કરી તે પ્રયાસો પણ પાણી ફેરવી દીધું હતું.
  Published by:Mrunal Bhojak
  First published: