નવી દિલ્હી: બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ જ્યારે US નેવીનાં જવાન 14 ઓગષ્ટ 1945નાં રોજ પરત ફર્યા તે સમયે જ્યોર્જ મેન્ડોન્સાએ ટાઇમ સ્ક્વેર પર યુદ્ધ સમાપ્તિની ઉજવણી કરતાં ત્યાં હાજર એક મહિલા નર્સને કિસ કરી હતી. આ સમયની તસવીર આખી દુનિયામાં પ્રખ્યાત થો હતો. ટાઇમ સ્કેવર પર નેવીનાં જવાન દ્વારા નર્સને કિસને લાઇફ મેગેઝિન દ્વારા તેનાં કવર પેજ ર લેવામાં આવ્યો હતો.
મેન્ડોન્સા 95 વર્ષનાં હતાં અને તેમનાં 96માં જન્મ દિવસનાં બે દિવસ પહેલાં જ તેમનું નિધન થઇ ગયુ હતું. તેમની દીકરી શેરોન મોલેર દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે. રવિવારે સવારે જ્યોર્જ મેન્ડોન્સા તેમનાં મિડલટાઉન આઇલેન્ડનાં ઘરે પડી ગયા હતાં. ત્યારથી તેઓની તબિયત નાદુરસ્ત હતી અને સોમવારે મોડી સાંજે તેઓ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે.
જ્યોર્જ મિડલટાઉનમાં તેમની 70 વર્ષની પત્ની સાથે રહેતા હતાં. અને તેમનાં 96માં જન્મ દિવસ પહેલાં જ તેઓ આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે.
જ્યોર્જ મેન્ડોન્સા તેમની યાદગાર તસવીર સાથે
14 ઓગષ્ટ,1945નાં રોજ બની હતી આ ઘટના મેન્ડોન્સા US નેવીનાં યુનિફોર્મ નાવિક હતાં. જેમનો 14 ઓગષ્ટ,1945નાં ટાઇમ સ્ક્વેર પર બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ પરત ફર્યાની ઉજવણી કરી હતી. જાપાને અમેરિકા સામે શરણાગતી સ્વિકાર્યા બાદ બીજા વિશ્વ યુદ્ધનો અંત આવ્યો હતો. આ તસવીર એલફ્રેડ આઇસેન્સટેન્ટ દ્વારા લાઇફ મેગેઝિનમાં પબ્લિશ કરવામાં આવ્યો હતો. અને 20મી સદીમાં આ તસવીર વિશ્વભરમાં પ્રખ્યાત થઇ હતી.
92 વર્ષે થયુ હતું 'કિસિંગ નર્સ'નું નિધન જ્યોર્જ મેન્ડોન્સા, પ્રખ્યાત ફોટોગ્રાફમાં ધ ચુંબન નાવિક, 95 વર્ષની વયે મૃત્યુ પામે છે આપને જણાવી દઇએ કે તે સમયે કિસિંગ કપલ એકબીજાથી સંપૂર્ણ અજાણ હતાં. મહિલા નર્સ ગ્રેટા ફ્રિડમેન ડેન્ટલ આસિસ્ટન્સ હતી. તે પણ યુનિફોર્મમાં હતી. વર્ષ 2005માં હિસ્ટ્રી પ્રોજેક્ટ માટે આપેલાંએક ઇન્ટરવ્યુંમાં આ મહિલાએ કહ્યું હતું કે, તે જવાનને કિસ કરવી મારી ચોઇસ ન હતી. તે યુવક મારી તરફ આવ્યો અને તેણે મને જકડી લીધી અને કિસ કરી લીધી. મહિલા નર્સ ગ્રેટા ફ્રિડમેનનું નિધન 92 વર્ષની ઉંમરે 2016નાં રોજ થયુ હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર