ભગવાન રામ બાદ ગૌતમ બુદ્ધ ઉપર નેપાળનું મોટું નિવેદન, કહ્યું કે 'તેઓ અહીં જન્મ્યા હતા'

News18 Gujarati
Updated: August 9, 2020, 9:43 PM IST
ભગવાન રામ બાદ ગૌતમ બુદ્ધ ઉપર નેપાળનું મોટું નિવેદન, કહ્યું કે 'તેઓ અહીં જન્મ્યા હતા'
પ્રતિકાત્મક તસવીર

નેપાળાના વિદેશ મંત્રાલયે રવિવારે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ગૌતમ બુદ્ધ નેપાળમાં જન્મ્યા હતા. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિની, નેપાળમાં થયો હતો.

  • Share this:
કાઠમાંડુઃ અયોધ્યા અને ભગવાન અંગે બયાનબાજી કર્યા બાદ હવે નેપાળે ગૌતમ બુદ્ધ (Gautam Buddha) અંગે મોટું નિવેદન આપ્યું છે. નેપાળાના (Nepal) વિદેશ મંત્રાલયે રવિવારે આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ગૌતમ બુદ્ધ નેપાળમાં જન્મ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે નિર્વિવાદ તથ્ય છે. જે ઐતિહાસિક અને પુરાતાત્વિક સાભ્યોથી સિદ્ધ હોય છે. ગૌતમ બુદ્ધનો જન્મ લુંબિની, નેપાળમાં થયો હતો. ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ લુંબિની યુનેસ્કોના (UNESCO) વિશ્વ ધરોહર સ્થળો પૈકી એક છે.

આ સાથે જ પ્રવક્તાએ એ પણ કહ્યું કે આ સત્ય છે કે બૌદ્ધ ધર્મ નેપાળ બાદ દુનિયાના બીજા દેશોમાં ફેલાયો હતો. આ મામલો શંકા અને વિવાદથી પરે છે. આ કોઈ ચર્ચાનો વિષય ન થઈ શકે. આખો આંતરરાષ્ટ્રીય સમુદાય આનાથી વાકેફ છે.

આ સાથે જ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ એક વાર ફરીધી દાવો કર્યો છે કે ભગવાન રામની જન્મસ્થળ નેપાળનો ચિતવન જિલ્લો છે. આ જિલ્લામાં માડી નગરપાલિકા ક્ષેત્ર છે. જેનું નામ અયોધ્યાપુરી છે. શનિવારે ઓલીએ આ ક્ષેત્રના અધિકારીઓ સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. તેમણે રામ, લક્ષ્મણ અને માતા સીતાની પ્રતિમાઓ લગાવવાનો આદેશ આવ્યો છે. ઓલીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે અયોધ્યાપુરી જ અસલી અયોધ્યા તરીકે પ્રોજેક્ટ અને પ્રમોટ કરો. વડાપ્રધાન ઓલીએ થોરી અને માડીના સ્થાનિય જનપ્રતિનિધિઓને ભવ્ય મંદિર બનાવવા માટે યોજના તરીકે નિર્દેશ પણ આપ્યો છે.

આ પણ વાંચોઃ-સ્કૂલ ફી ભરવા અને પુસ્તકો ખરીદવા માટે યુવતીએ ખાનગી જાસૂસના મોબાઈલ ફોનની કરી ચોરી અને પછી..

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોત

આ પણ વાંચોઃ-રામ મંદિર નિર્માણ માટે સોપવામાં આવ્યું એક ક્વિન્ટલ સોનું-ચાંદી, જાણો કોણે આપ્યું કેટલું દાનઅધિકારીઓ સાથે બે કલાક સુધી કરી વાત
નેપાળના અખબાર હિમાલયન ટાઈમ્સ પ્રમાણે ઓલીએ માડી અને ચિતવનના અધિકારીઓ અને નેતાઓ સાથે બે કલાક ફોન ઉપર વાતચીત કરી હતી. આગળ પણ વાતચીત તેમણે કાઠમાંડુ પણ બોલાવ્યા છે. ઓલીએ કહ્યું કે મારો વિશ્વાસ છે કે ભગવાન રામનો જન્મ નેપાળના અયોધ્યાપુરીમાં થયો હતો. ભારતના અયોધ્યામાં નહીં. મારી પાસે પુરાવા છે. જે ભગવાન રામનો જન્મ નેપાળમાં જ થયો છે.

ચિતવન જિલ્લાના સાંસદ દિલ કુમારી રાવલે કહ્યું કે પીએમ ઓલીએ કહ્યું કે અયોધ્યાપુરીની આસપાસ ક્ષેત્રોના સંરક્ષણ માટે સંપૂર્ણ તાકાતથી કામ કરો. પ્રમાણ એકઠાં કરવા માટે અયોધ્યાપુરીમાં ખોદાકમ કરવાનું પણ કહ્યું છે. આ સાથે જ અયોધ્યાપુરીના પ્રમોટ કરવા અને ત્યાંના ઐતિહાસિક સાક્ષ્યોને સંરક્ષિત કરવા માટે સ્થાનિક લોકોની મદદ લેવાનો આદેશ કર્યો છે.
Published by: ankit patel
First published: August 9, 2020, 9:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading