બ્રહ્માંડમાં અનુમાન કરતા પણ ઝડપથી વિકસી રહી છે ગેલેક્સીઓ, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

બ્રહ્માંડમાં અનુમાન કરતા પણ ઝડપથી વિકસી રહી છે ગેલેક્સીઓ, જાણો શું છે તેની પાછળનું રહસ્ય
પ્રતિકાત્મક તસવીર

ગેલેક્સીમાં ઘણી વસ્તુઓ ગુરુત્વાકર્ષણને કારણે એક સમૂહ બનાવે છે, જેમાં તારાઓ, ગ્રહો, તારાઓના અવશેષો, ધૂળ, ગેસ અને શ્યામ પદાર્થ જેવી વસ્તુઓ શામેલ છે.

 • Share this:
  નવી દિલ્હીઃ બ્રહ્માંડ (Universe)ની મોટાભાગના પિંડ ચોક્કસપણે એક અથવા બીજી આકાશગંગા (Galaxy)ના ભાગ છે. ગેલેક્સીના અભ્યાસથી ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડ અને તેની પાછળની પ્રક્રિયાઓ વિશેની માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. વિશાળ સ્વરૂપ હોવા છતાં ગેલેક્સીઓ હજી પણ ગતિમાન જોવા મળે છે.

  તેમાં તારાઓ (Stars) અને અન્ય પિંડ (Astronomical Objects)નું પણ સર્જન થાય છે. તારાઓની જેમ ગેલેક્સીની પણ એક ઉંમર હોય છે. તાજેતરના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોને સમજાયું છે કે ગેલેક્સીનો વિકાસ અનુમાન લગાવતા હતા તેના કરતા ખૂબ ઝડપી છે.  શું હોય છે ગેલેક્સી?
  ગેલેક્સીમાં ઘણી વસ્તુઓ ગુરુત્વાકર્ષણને કારણે એક સમૂહ બનાવે છે, જેમાં તારાઓ, ગ્રહો, તારાઓના અવશેષો, ધૂળ, ગેસ અને શ્યામ પદાર્થ જેવી વસ્તુઓ શામેલ છે. આ તત્વો ફરતી ડિસ્ક, સર્પાકાર હાથ અને ફુલાવ(Bulges)ના સ્વરૂપમાં હોય છે. Bulges સામાન્ય રીતે ગેલેક્સીના કેન્દ્રમાં હોય છે.

  આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

  આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

  ગેલેક્સીનો વિકાસ કઈ રીતે થાય છે?
  કોસ્મોલોજિકલ મોડેલો અનુમાન કરે છે કે બ્રહ્માંડની શરૂઆતમાં ગેલેક્સીના નિર્માણ સમયે ગેસ એક્રીશન અને તારાની રચનાનો ખૂબ જ અસ્તવ્યસ્ત સમય હતો, જે બાદ ગેસ ઉત્સર્જન થયું. આ ગેલેક્સી મોટી થતા અમુક પાર્ટસ બહાર જાય છે અને અન્ય એક ગેલેક્સી બને છે.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

  આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી

  નવા અભ્યાસમાં શું મળ્યું?
  કાર્ડિફ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ફિઝિક્સ અને એસ્ટ્રોનોમીના ખગોળશાસ્ત્રી ડો. ફેડરિકો લેલીએ સાયન્સ જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં કહ્યું કે જ્યારે બ્રહ્માંડ તેની યુગના માત્ર દસમા ભાગમાં જીવી રહ્યો હતો. તે સમયે ગેલેક્સી એએલેએસ 073.1(ALESS 073.1)માં એક મહાકાય ફુલાવ, નિયમિત સ્પિનિંગ ડિસ્ક અને સંભવત સર્પાકાર હાથ બન્યો હશે. લેલીએ તેનો ખુલાસો કર્યો કે બીજા શબ્દોમાં કહીએ તો આ ગેલેક્સી પુખ્ત વયે પરિપક્વ દેખાતી હતી, પણ તે બાળક જેવું હોવું જોઈએ. આ ગતિએ અમારી સમજને પડકાર આપ્યો છે અને નવા સંશોધનના મુદ્દાઓ ભેગા કર્યા છે.

  હાલના જ્ઞાનમાં કોઈ ખોટ?
  જવાબ છે કદાચ હા કદાચ ના. આ મહાન શોધ ગેલેક્સીને લઈને ગેલેક્સીના સર્જન વિશેના આપણા વર્તમાન જ્ઞાનને પડકાર આપે છે કારણ કે અમારું માનવું હતું કે આ લક્ષણો ફક્ત પરિપક્વ ગેલેક્સીમાં જ વિકસે છે, યુવા ગેલેક્સીમાં નહીં. પરિપક્વ ગેલેક્સીની લાક્ષણિકતાઓ તેની ઉંમર પ્રમાણે યોગ્ય નથી. આથી જ ખગોળશાસ્ત્રીઓ જાણવા માંગે છે કે આ લક્ષણો કેવી રીતે ઝડપથી વિકસ્યા.
  Published by:ankit patel
  First published:February 24, 2021, 21:35 pm

  ટૉપ ન્યૂઝ