રાફેલ પર હવે ફ્રાંસમાં બબાલ: સરકાર અને દસો પાસે માંગવામાં આવી ડીલની વિગત

News18 Gujarati
Updated: November 24, 2018, 11:59 AM IST
રાફેલ પર હવે ફ્રાંસમાં બબાલ: સરકાર અને દસો પાસે માંગવામાં આવી ડીલની વિગત
રાફેલ જેટનો ફાઇલ ફોટો

એનજીઓ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે

  • Share this:
પેરિસ: ફ્રાન્સની અકે ભ્રષ્ટાચાર નિરોધી એજીઓએ ભારતની સાથે થયેલી રાફેલ ડીલને લઈને દેશના નાણાકીય મામલાઓના પ્રોસીક્યૂટર ઓફિસમાં એક ફરિયાદ નોંધાવી છે અને આ મામલામાં તપાસ કરાવવાની માંગ કરી છે.

શેરપા નામની આ એનજીઓ આર્થિક અપરાધોની વિરુદ્ધ કાયદાયિક રીતે લડે છે. એનજીઓએ પોતાની ફરિયાદમાં પૂછ્યું છે કે કઈ પરિસ્થિતિઓમાં 36 ફાઇટર જેટ માટે ભારતની સાથે સમજૂતી થઈ અને અનિલ અંબાણીની કંપનીને ડી માટે પસંદ કરવા પાછળનું કારણ શું હતું?

આ પણ વાંચો, રાફેલ મુદ્દે મારી સાથે 15 મિનિટ ચર્ચા કરી બતાવોઃ રાહુલ ગાંધીનો PM મોદીને પડકાર

ફ્રેન્ચ ન્યૂઝ વેબસાઇટ મીડિયાપાર્ટમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર એનજીઓ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એનજીઓએ આશા વ્યક્ત કરી છે કે રાષ્ટ્રીય પબ્લિક પ્રોસીક્યૂટર ઓફિસ તેની તપાસ કરશે અને વહેલી તકે કોઈ તારણ પર પહોંચશે.

ફરિયાદ ઓક્ટોબરના અંતિમ મહિનામાં કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું છે કે તપાસ શરૂ થઈ છે કે નહીં. રાફેલ ડીલનો મુદ્દો તે સમયે ઘણો વિવાદોમાં આવ્યો જ્યારે ભારતમાં વિપક્ષી પાર્ટીઓએ સરકારની ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવવાના શરૂ કરી દીધા. કોંગ્રેસ પાર્ટીએ સરકારને સવાલ પૂછ્યો કે અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવાનું શું કારણ હતું. જોકે, દસો અને સરકાર બંનેએ આરોપોને પાયાવિહોણા કહીને નકારી કાઢ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાફીલ ડીલ 2016માં થઈ હતી. આ મામલાએ તે સમયે વેગ પકડ્યો હતો જ્યારે ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા આલાંદેએ કહ્યું હતું કે તેમની પાસે અનિલ અંબાણીની કંપનીને પસંદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.બીજી તરફ, પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા અને અરુણ શૌરી તથા વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવેલી પિટિશન પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સરકાર પાસે રાફેલ જેટની ખરીદ કિંમત સાથે જોડાયેલી તમામ જાણકારી દસ દિવસોની અંદર સોંપવાનો આદેશ આપ્યો હતો.
First published: November 24, 2018, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading