ભારતને મળી મોટી સફળતા, મસૂદ અઝહરની તમામ પ્રોપર્ટી જપ્ત કરશે ફ્રાન્સ

ભારતને મળી મોટી સફળતા, મસૂદ અઝહરની તમામ પ્રોપર્ટી જપ્ત કરશે ફ્રાન્સ
ફાઇલ તસવીર

ફ્રાન્સ મસૂદને યૂરોપિયન યૂનિયનની આતંકવાદી યાદીમાં સામેલ કરવાને લઈને પણ રજૂઆત કરશે

 • Share this:
  જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ અને આતંકવાદી મસૂદ અઝહરના મામલે ભારતને મોટી સફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચીન દ્વારા વીટો કરાયા બાદ ફ્રાન્સે અઝહર સામે પોતે એક્શન લેવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સે હવે મસૂદ અઝહરની સંપત્તિને જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. જૈશની વિરુદ્ધ ફ્રાન્સની અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. મસૂદના પક્ષમાં ચીનના વીટોની અમેરિકા સહિત અનેક દેશોએ ટીકા કરી હતી.

  ફ્રાન્સ સરકારના ગૃહ મંત્રાલય એન વિદેશ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહરે સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્રાન્સ મસૂદને યૂરોપિયન યૂનિયનની આતંકવાદી યાદીમાં સામેલ કરવાને લઈને રજૂઆત કરશે. બીજી તરફ, પાકિસ્તાન ઉપર પણ આતંકવાદી મસૂદ પર કાર્યવાહી કરવાને લઈ જોરદાર વૈશ્વિક દબાણ છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.   આ પહેલા પણ આતંકી મસૂદ અઝહરની વિરુદ્ધ ભારતને ફ્રાન્સથી મોટી મદદ મળી હતી. પુલવામા હુમલા પર ભારતને ફ્રાન્સનું મોટું સમર્થન મળ્યું હતું. ફ્રાનસ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લઈને આવ્યું હતું.

  આ પણ વાંચો, મસૂદ અઝહર મુદ્દે ચીનની અવળચંડાઈ પર USએ કહ્યુ- 'શાંતિનું મિશન ફેલ'

  ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી સંચાલિથ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી) દ્વારા વૈશ્વિક આતંકીવાદી જાહેર કરવાના માર્ગમાં ચીને ચોથી વાર રોડાં નાખ્યા હતા. મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર ચુકાદાની થોડીક મિનિટો પહેલા ચીને વીટોનો ઉપયોગ કરતાં પ્રસ્તાવ પર રોક લગાવી દીધી હતી.

  નોંધનીય છે કે, 2017માં પણ ચીને આવું જ કર્યું હતું. છેલ્લા 10 વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રમાં અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો આ ચોથો પ્રસ્તાવ હતો.
  Published by:News18 Gujarati
  First published:March 15, 2019, 13:21 IST

  ટૉપ ન્યૂઝ