ભારતની મોટી ફુટનીતિક જીત! મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા ફ્રાન્સ UNમાં લાવશે પ્રસ્તાવ
ભારતની મોટી ફુટનીતિક જીત! મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા ફ્રાન્સ UNમાં લાવશે પ્રસ્તાવ
ભારતની મોટી ફુટનીતિક જીત! મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા ફ્રાન્સ UNમાં લાવશે પ્રસ્તાવ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફુટનીતિક સલાહકાર ફિલીપ ઇતિએને વચ્ચે મંગળવારે સવારે વાતચીત પછી આ નિર્ણય કરવામાં આવ્યો
પુલવામા હુમલા પર ભારતને ફ્રાન્સ તરફથી જોરદાર સમર્થન મળ્યું છે. ફ્રાન્સ જૈશ એ મોહમ્મદના સરગના મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ લઈને આવશે. તે આગામી બે દિવસમાં આવો પ્રસ્તાવ લાવી શકે છે. આ પ્રસ્તાવમાં તે મસુદ અઝહરને પ્રતિબંધ કરવાની માંગણી કરશે. ફ્રાન્સના સુત્રોના હવાલેથી એજન્સી પીટીઆઈએ આ સમાચાર આપ્યા છે.
એક વરિષ્ઠ ફ્રાન્સિસ સુત્રએ પીટીઆઈને કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સ મસુદ અઝહરને આતંકીની યાદીમાં નાખવાનો પ્રસ્તાવ મુકશે. આ બે દિવસમાં થઈ જશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફુટનીતિક સલાહકાર ફિલીપ ઇતિએને વચ્ચે મંગળવારે સવારે વાતચીત પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન ફ્રાન્સીસ નેતાએ હુમલા પર સંવેદના વ્યક્ત કરી હતી.
જાણકારી પ્રમાણે પુલવામાં હુમલા પર ફ્રાન્સ ભારતની સાથે છે. જેને ભારતની મોટી ફુટનીતિક જીત માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મસુદ અઝહરના સંગઠન જૈશ એ મોહમ્મદે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. જેમાં 40 જવાનો શહીદ થયા હતા.
સંયુક્ત રાષ્ટ્રમાં ફ્રાન્સ બીજી વખત આ પ્રસ્તાવ લાવી રહ્યું છે. આ પહેલા 2017માં પણ આ જ રીતનો એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્યારે અમેરિકા બ્રિટન અને ફ્રાન્સના સમર્થનમાં જૈશ એ મોહમ્મદને પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ સમિતિ 1267 સામે આ પ્રસ્તાવ રજુ કર્યો હતો. જોકે ચીને આ પ્રસ્તાવને બ્લોક કરી દીધો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર