પેરિસ: આગની લપેટમાં આવ્યું 850 વર્ષ જૂનું નોટ્રે ડેમ કેથેડ્રલ, જુઓ VIDEO

News18 Gujarati
Updated: April 16, 2019, 10:47 AM IST
પેરિસ: આગની લપેટમાં આવ્યું 850 વર્ષ જૂનું નોટ્રે ડેમ કેથેડ્રલ, જુઓ VIDEO
સોશિયલ મીડિયા પર જે તસવીર પોસ્ટ કરવામાં આવી રહી છે તેમાં દુનિયાભરમાં જાણીતી કેથેડ્રલ ચર્ચની છતથી ધુમાડો બહાર આવનો જોઈ શકાય છે

સોશિયલ મીડિયા પર જે તસવીર પોસ્ટ કરવામાં આવી રહી છે તેમાં દુનિયાભરમાં જાણીતી કેથેડ્રલ ચર્ચની છતથી ધુમાડો બહાર આવનો જોઈ શકાય છે

  • Share this:
ફ્રાન્સની રાજધાની પેરિસમાં સીન નદી કાંઠે સ્થિત 850 વર્ષ જૂના જાણીતા ચર્ચ નોટ્રે ડેમ કેથેડ્રલમાં સોમવાર મોડી રાત્રે ભયાનક આગ લાગી ગઈ. આગની જ્વાળાઓ એટલી જોરદાર હતી કે ચર્ચના ગુંબજથી ફેલાઈને બાદમાં સમગ્ર ઇમારત સુધી પહોંચી ગઈ. હજુ સુધી ચર્ચમાં આગનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોં સ્થિતિ વિશે જાણવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા અને તેઓએ આ ઐતિહાસિક ઈમરાતને પુનર્નિર્માણનો વાયદો કર્યો. તેને લઈને રાષ્ટ્રપતિ મેક્રોંએ ટ્વિટ કરીને કહ્યું કે અમારી લેડી ઓફ પેરિસ આગા લપેટમાં છે. તે એક સંપૂર્ણ રાષ્ટ્રની ભાવનાનું પ્રતીક છે. આ પ્રસંગે તમામ દેશવાસીઓની જેમ, હું પણ આજે રાતે દુ:ખી છું કારણ કે આપણાથી આ હિસ્સો બળી ગયો છે.
આ ચર્ચા 850 વર્ષ જૂનું છે. ચર્ચમાં થોડાક દિવસોથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આગની જ્વાળાઓ એટલી તેજ હતી કે સમગ્ર ચર્ચ તેમાં ઘેરાઈ ચૂક્યું હતું. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો, Notre Dame: 850 વર્ષ જૂના ચર્ચના નિર્માણમાં લાગ્યા 182 વર્ષ, કલાકોમાં ખાક થઈ ધરોહર

સોશિયલ મીડિયા પર જે તસવીર પોસ્ટ કરવામાં આવી રહી છે તેમાં દુનિયાભરમાં જાણીતી કેથેડ્રલ ચર્ચની છતથી ધુમાડો બહાર આવનો જોઈ શકાય છે. આગ બુઝાવવા માટે મોટા સ્તરે ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે. સિટી હોલના એક પ્રવક્તાએ જણાવ્યું કે ચર્ચની આસપાસની જગ્યાને ખાલી કરવી દેવામાં આવી છે.

નોટ્રે-ડેમમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. તેના કેટલાક ભાગને સુરક્ષા કારણોથી ઢાંકી દેવામાં આવ્યો હતો જ્યારે કાંસ્યની મૂર્તિઓને ગત સપ્તાહ કામ માટે અહીંથી હટાવી દેવામાં આવી હતી.
First published: April 16, 2019, 7:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading