Home /News /world /

US: એરપોર્ટ પર બૅગ ચોરતાં પકડાયા 17 હોટલનાં માલિક દિનેશ ચાવલા, ટ્રમ્પના હતા જૂના બિઝનેસ પાર્ટનર

US: એરપોર્ટ પર બૅગ ચોરતાં પકડાયા 17 હોટલનાં માલિક દિનેશ ચાવલા, ટ્રમ્પના હતા જૂના બિઝનેસ પાર્ટનર

દિનેશ ચાવલા (તસવીર સૌજન્ય-innovasishotels)

દિનેશ ચાવલાએ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર સાથે ભાગીદારી કરી હોટલ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો

    ભારતીય મૂળના એક મોટા હોટલ વેપારી દિનેશ ચાવલાની અમેરિકામાં ટેનેસી એરપોર્ટથી સામાન ચોરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાના મિસિસિપીમાં ચાવલાની 17 હોટલ છે.

    ધરપકડના રેકોર્ડ મુજબ, દિનેશ ચાવલા 18 ઑગસ્ટે એક 'સૂટકેસ' પોતાની ગાડીમાં મૂકતાં જોવા મળ્યા અને ત્યારબાદ તેઓ વિમાનમાં સવાર થવા માટે એરપોર્ટની અંદર પાછા આવી ગયા. પોલીસે બાદમાં ચાવલાની ગાડીમાંથી ચોરી કરવામાં આવેલો સામાન જપ્ત કરી દીધો.

    આ પણ વાંચો, સમલેંગિક મહિલા અંતરિક્ષ યાત્રીએ અવકાશમાંથી પૂર્વ પતિનું બૅંક ખાતું જોયું, NASA કરશે તપાસ

    પોલીસે જણાવ્યું કે ચાવલાએ ચોરી કરવાની વાત કબૂલી લીધી છે. તેઓએ પહેલા પણ ચોરી કરવાની વાત કબૂલી છે. ચાવલા હાલમાં પાંચ હજાર ડોલરની જામીન પર જેલથી છૂટ્યા છે. આ મામલે તેઓ અત્યાર સુધી કોઈ ટિપ્પણી નથી કરી.

    નોંધનીય છે કે, દિનેશ ચાવલાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારની સાથે ભાગીદારી કરી નવી હોટલ શરૂ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ટ્રમ્પની સાથે તેમની જૂની ભાગીદારી આ વર્ષના શરૂઆતમાં ખતમ થઈ ગઈ હતી. મિસિસિપીના ક્લીવલેન્ડ નિવાસી દિનેશ ચાવલાની ગુરુવારે મેમ્ફિસ એરપોર્ટથી ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો, ચંદ્રયાન-2એ ખેંચી ચંદ્રની આ ખાસ તસવીર, ભારતીય વૈજ્ઞાનિકના નામનો ક્રેટર દેખાયો
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Donald trump, US, અમેરિકા

    આગામી સમાચાર