પાક આર્મીએ પૂર્વ ISI ચીફને મોકલ્યું સમન્સ, Ex-RAW પ્રમુખની સાથે લખ્યું પુસ્તક

News18 Gujarati
Updated: May 26, 2018, 2:14 PM IST
પાક આર્મીએ પૂર્વ ISI ચીફને મોકલ્યું સમન્સ, Ex-RAW પ્રમુખની સાથે લખ્યું પુસ્તક
પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરે ISIના પૂર્વ ચીફ અસદ દુર્રાનીને સમન્સ મોકલ્યું છે. દુર્રાનીએ પૂર્વ રો પ્રમુખ એએસ દુલતની સાથે મળીને એક પુસ્તક લખ્યું હતું.

પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરે ISIના પૂર્વ ચીફ અસદ દુર્રાનીને સમન્સ મોકલ્યું છે. દુર્રાનીએ પૂર્વ રો પ્રમુખ એએસ દુલતની સાથે મળીને એક પુસ્તક લખ્યું હતું.

  • Share this:
પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરે ISIના પૂર્વ ચીફ અસદ દુર્રાનીને સમન્સ મોકલ્યું છે. દુર્રાનીએ પૂર્વ રો પ્રમુખ એએસ દુલતની સાથે મળીને એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને બે દિવસ પહેલા જ લોન્ચ કરવામાં આવ્યું છે. પુસ્તકનું નામ ધ સ્પાઇ ક્રોનિકલ્સ રો, આઇએસઆઇ એન્ડ ધ ઇળ્યૂઝન ઓફ પીસ છે

પાકિસ્તાની આર્મીના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે શુક્રવારે જણાવ્યું હતું કે, દુર્રાની 28મી મેના દિવસે જનરલ હેડક્વાર્ટર બોલાવ્યા છે. જ્યાં તેમની સાથે પુસ્તકમાં આપવામાં આવેલા પોતાના વિચારો અંગે પૂછપરછ કરવામાં આવશે.

ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશનના ચીફ મેજર જનરલ ગફૂરે જણાવ્યું હતું કે, મિલિટ્રી કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન થયું છે. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે, બે વિરોધી દેશોના પૂર્વ સ્પાઇ માસ્ટર્સની આ કોશિસ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોને સુધારવા અને વાતચિતને પ્રોત્સાહન આપવાની એક કોશિશ છે.

આ પુસ્તક પૂર્વ આઇએસઆઇ અને રો ચીફ વચ્ચે અફઘાનિસ્તાન, પરવેશ મુશર્રફ, નવાજ શરીફ, અજીત ડોભાલ, કુલભૂષણ જાધવ, કશ્મીર અને નરેન્દ્ર મોદી જેવા તમામ વિષયો ઉપર વાતચીતનો સંગ્રહ છે.

દુર્રાનીના પુસ્તકમાં લખ્યું હતું કે, ઓસામાની વિરૂદ્ધ અમેરિકા દ્વારા કરવામાં આવ્યું અભિયાનની પાકિસ્તાનને સંપૂર્ણપણે જાણકારી હતી. એમણે એ પણ લખ્યું હતું કે, કુલભુષણ જાધવ કેસમાં પાકિસ્તાને યોગ્ય રીતે હેન્ડલ ન કર્યું.

ત્રણ દિવસ પહેલા ન્યૂઝ 18ને ઇન્ટરવ્યૂ આપતા આઈએસઆઇ ચીફને આ વાતમાં પણ સંકેત આપ્યો હતો કે, કશ્મીરમાં હજી ઉથલ-પુથલ માટે પાકિસ્તાન જવાબદાર છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નિવેદમાં પણ તેમણે મુંબઇ હુમલા પાછલ પાકિસ્તાનનો હાથ હોવાનું સ્વીકાર્યું હતું. આમ દુર્રાનીની વાતો ગણખીર સમાન છે.
First published: May 26, 2018, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading