વિમાન આકાશમાં હતું અને અચાનક ખૂટી ગયું ઇંધણ, જાણો પછી શું થયું...
વિમાન આકાશમાં હતું અને અચાનક ખૂટી ગયું ઇંધણ, જાણો પછી શું થયું...
એરલાઈન્સની બેદરકારીને કારણે મુસાફરોની જીંદગી જોખમમાં
Plane out of fuel: એટલાન્ટિક મહાસાગર (Atlantic Ocean)માં સ્થિત લેન્ઝારોટ (Lanzarote) ટાપુ પરથી વેકેશન મનાવીને આયર્લેન્ડ આવતા પ્રવાસીઓ સાથે એક ભયાનક ઘટના બની. એર લિંગસ (Aer Lingus) જેટ જેમાંથી મુસાફરો પરત ફરી રહ્યા હતા, તેનું ઇંધણ આકાશમાં સમાપ્ત થઈ ગયું.
આજના સમયમાં લોકો મોટે ભાગે પ્લેનમાં મુસાફરી (Plane Journey) કરવાનું પસંદ કરે છે. તે માત્ર સુવિધાજનક નથી, પરંતુ તે લોકોનો ઘણો સમય બચાવે છે. પરંતુ હવાઈ મુસાફરી જેટલી સુવિધાજનક છે એટલી જ જોખમી પણ છે. એટલા માટે પ્લેન ટેક ઓફ (Plane Take off) કરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. થોડી બેદરકારી તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ (Crew members)ને ભારે પડી શકે છે. આવી સ્થિતિમાં જરા વિચારો કે કોઈ એરલાઈન્સના પ્લેનના ઓઈલની ગણતરી ખોટી પડે તો? હા, પેસેન્જરોથી ભરેલા પ્લેનનું ઓઈલ આકાશની વચ્ચોવચ પૂરુ થઈ જશે તો શું થશે?
તમને લાગતું હશે કે દુનિયાની કોઈ એરલાઈન્સ આવી ભૂલ કરી શકે નહીં. તો તમને જણાવી દઈએ કે હાલમાં જ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આમાં એક એરલાઈન કંપનીએ પોતાના પ્લેનના ઓઈલની ખોટી ગણતરી કરી, જેના કારણે પ્લેનનું ઈંધણ આકાશમાં જ પૂરુ થઈ ગયું. આ પછી તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સનો પરસેવો છૂટી ગયો હતો.જેના કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું
આ મામલો 20 જુલાઈનો જણાવવામાં આવી રહ્યો છે. એર લિંગસ જેટના તમામ મુસાફરોને જ્યારે કહેવામાં આવ્યું કે વિમાનમાં ઇંધણ સમાપ્ત થઈ ગયું છે ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા. આ પછી ઉતાવળમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
પ્લેન ડબલિન જવાનું હતું પરંતુ તેલના અભાવે તેને મધ્યરાત્રિએ લિમેરિયકમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. પ્લેનમાંથી ઉતર્યા બાદ ઘણા મુસાફરોએ તેમનો ભયાનક અનુભવ લોકો સાથે શેર કર્યો હતો. આ ઇમરજન્સી લેન્ડિંગ વિશે જાણ્યા પછી, ઘણા મુસાફરોનો એક વખત માટે જીવ તાળવે ચોંટી ગયો હતો.
મુસાફરોએ શેર કર્યો અનુભવ
પ્લેનમાંથી ઉતરેલા એક મુસાફરે ધ સન સાથેની વાતચીતમાં જણાવ્યું કે તે ખૂબ જ ડરામણો અનુભવ હતો. બધા મુસાફરો ખૂબ જ ડરી ગયા. હું સમજી શક્યો નહીં કે આ ઇમરજન્સી લેન્ડિંગ શા માટે કરવામાં આવી રહ્યું છે. લોકો વિવિધ પ્રકારની આશંકાઓથી ઘેરાયેલા હતા. તે જ સમયે એક વ્યક્તિએ કહ્યું કે તેને ખબર પડી છે કે પ્લેનમાં ઓઈલ ઓછું છે. પરંતુ લેન્ડિંગ બાદ જાણવા મળ્યું કે ઈંધણ ખતમ થઈ ગયું છે. તે જ સમયે, અન્ય એક પેસેન્જરે કહ્યું કે આ એરલાઇન્સ આવી નબળી સેવા માટે કુખ્યાત છે. ક્યારેક ફ્લાઈટ મોડી પડે છે તો ક્યારેક બીજી કોઈ સમસ્યા. હવે આ ઓઈલ ખલાસ થવાની ઘટનાએ તમામ હદો વટાવી દીધી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર