ઓસ્ટ્રેલિયામાં જોવા મળી એક ભયંકર બિમારી, ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા

ઓસ્ટ્રેલિયામાં જોવા મળી એક ભયંકર બિમારી, ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા
ફાઈલ તસવીર

અમુક દરિયાકાંઠાના જંતુઓના ડંખવાથી આ રોગ થાય છે. તેઓ વિનાશક ત્વચા અલ્સર તરફ પ્રગતિ કરી શકે છે, જેને બુરુલી અલ્સર અથવા બેર્નસ્ડેલ અલ્સર તરીકે ઓળખવામાં આવે છે.

 • Share this:
  મેલબોર્ન: ઑસ્ટ્રેલિયાના (Austrelia) દરિયાકાંઠાના ભાગો એસ્સેન્ડન, મૂની પોન્ડ્સ અને બ્રુન્સવિક વેસ્ટમાં કેટલાક કેસ નોંધાયા બાદ, હવે મેલબોર્ન (Melbourne)ના સબઅર્બન એરિયામાં આ માંસ-આહાર અલ્સર (A flesh-eating disease)નો રોગ કેર વર્તાવી રહ્યો છે.

  વિક્ટોરિયન ચીફ હેલ્થ ઓફિસર બ્રેટ સટ્ટોને મંગળવારે કહ્યું હતું કે, તે વિસ્તારોમાં અલ્સર થવાનું જોખમ ઓછું માનવામાં આવતું હતું, પરંતુ “વિક્ટોરિયામાં આ પહેલો બિન-દરિયાઇ વિસ્તાર છે. જેમાં હવે જોખમ વધ્યું છે. એક જગ્યાએ આ બેક્ટેરિયા આઈસોલેટ થઈને હવે બીજે પહોંચ્યો હોવાનું જેનેટીવ એનાલિસિસમાં બહાર આવ્યું છે.  અમુક દરિયાકાંઠાના જંતુઓના ડંખવાથી આ રોગ થાય છે. તેઓ વિનાશક ત્વચા અલ્સર તરફ પ્રગતિ કરી શકે છે, જેને બુરુલી અલ્સર અથવા બેર્નસ્ડેલ અલ્સર(Buruli ulcer or Bairnsdale ulcer) તરીકે ઓળખવામાં આવે છે.

  આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

  આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

  આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ બુરુલી અલ્સર(Buruli ulcer) નિષ્ણાત પોલ જોહ્ન્સનને જણાવ્યું હતું કે, મહત્ત્વનું એ છે કે હવે મેલબોર્નના આંતરિક અને ઉત્તર-પશ્ચિમ ઉપનગરોમાં બેક્ટેરિયમ પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે બીચ પર આ બેક્ટેરિયાથી થતો રોગ જોવ મળે છે. તેથી હવે લોકો બીચ પર જવાનું ટાળશે. પરંતુ, હવે તો તેનું લોકલ ટ્રાન્સમિશન પણ થયું છે,જે ચિંતાનો વિષય છે.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

  આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી

  કઈ રીતે લાગે છે ચેપ?
  ઓસ્ટ્રેલિયાના કેસ સ્ટડી કરતા લોકો ચેપગ્રસ્ત કેવી રીતે થાય છે તે જાણી શકાયું નથી, તેમ છતાં મચ્છર સંક્રમિત કરવામાં ભૂમિકા ભજવે છે તેવું માનવામાં આવે છે. આ બેક્ટેરિયા મેલબોર્નના ઉત્તર છેવાડાના એસ્સેન્ડન (Essendon)માં સ્થાનિકના મળ (faeces)માં પણ મળી આવ્યા હતા, પરંતુ હજી તેનો સ્ત્રોત નક્કી કરી શકાયો નથી.

  એક માણસમાંથી બીજા માણસમાં ટ્રાન્સફર થાય છે?
  આ રોગ એક વ્યક્તિથી બીજામાં ટ્રાન્સમિસિબલ નથી. Possums અને માણસો વચ્ચે સંક્રમણના કોઈ પુરાવા નથી, તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જો સારવાર ન કરવામાં આવે તો અલ્સરની શસ્ત્રક્રિયાની જરૂર પડે છે અથવા ભારે કેસોમાં અંગવિચ્છેદન પણ જરૂરી બને છે.2020માં મૂની વેલી વિસ્તારમાં બુરુલી અલ્સરના પાંચ કેસ નોંધાયા હતા, જેની સરખામણી 2019માં આઠ અને 2018માં 10 હતા.  બચવા માટે શું કરવું?
  અલ્સર (ulcer)થી બચાવવા માટે લોકોને સલાહ આપવામાં આવે છે કે જંતુના કરડવાથી બચો, બાગકામના ગ્લવ્ઝ અને સુરક્ષાત્મક વસ્ત્રો પહેરવા અને મકાનોની આસપાસ મચ્છરોના સંવર્ધનને ઘટાડવું. બાહ્ય પ્રવૃત્તિઓને પગલે થયેલ ઘાવ, કપાત, અને ઘર્ષણ હંમેશાં તાકીદે સાફ કરવા જોઈએ.
  Published by:ankit patel
  First published:February 24, 2021, 18:13 pm

  ટૉપ ન્યૂઝ