Home /News /world /મને ફરક નથી પડતો, શું તમને પડે છે? ટ્રમ્પની પત્નીના જેકેટની ઉડી મજાક

મને ફરક નથી પડતો, શું તમને પડે છે? ટ્રમ્પની પત્નીના જેકેટની ઉડી મજાક

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પોતાની વિવાદિત પ્રવાસી નીતિને પાછી ખેંચી લીધી છે. જો કે તેના એક દિવસ બાદ ગુરુવારે તેની પત્ની મેલાનિયા ટ્રમ્પ પ્રવાસી નીતિની જગ્યાએ વિસ્થાપિત બાળકોને મળવા માટે ટેક્સાસ પહોંચી હતી. આ દરમિયાન મેલાનિયાએ પહેરેલી ટ-શર્ટ પર સૌકોઇની નજર ચોંટી ગઇ હતી. આ ટી-શર્ટને કારણે મેલાનિયાની મજાક ઉડી રહી છે, તો બીજી બાજુ ટ્રમ્પે પત્નીનો બચાવ કર્યો હતો.

મેલાનિયા ટ્રમ્પના પ્રવક્તાએ જણાવ્યું કે આ વિવાદાસ્પદ પ્રવાસી નીતિથી મેલાનિયા ચિંતા કરે છે, આથી જ તે વિસ્થાપિત બાળકોને જ્યાં રાખવામાં આવ્યા છે ત્યાં મુલાકાત કરવા પહોંચી ગઇ હતી. બીજી બાજુ સોશિયલ મીડિયા પર મેલાનિયાએ પહેરેલા ટી-શર્ટની મજાક ઉડાવવામાં આવી રહી છે, આ ટી-શર્ટનો અર્થ અલગ જ થતો હતો.



શું લખ્યું હતું ટી-શર્ટમાં ?

મેલાનિયાએ જે સમયે ટેક્સા માટે ફ્લાઇટ પકડી, ત્યારે તેઓએ મીડિયાની સામે આછા ગ્રીન રંગનું ખાખી જેકેટ પહેર્યું હતું, આ જેટની પાછળ લખ્યું હતું કે મને કોઇ ફરક પડતો નથી, શું તમને પડે છે ? ઉલ્લેખનીય છે કે મેલાનિયા મોડેલ રહી ચૂકી છે, જો કે મેલાનિયા પોતાના કપડાં માટે ફેશન સલાહકાર હેર્વે પિયરની સલાહ લે છે. જેકેટ લઇને મેલાનિયા ટ્રમ્પની પ્રવક્તા સ્ટેફિન ગ્રીષ્મે કહ્યું કે આ એક જેકેટ છે, જેમાં કોઇ સંદેશ છૂપાયેલો નથી, મને આશા છે કે ટેક્સાસની આ મહત્વપૂર્ણ યાત્રા બાદ મીડિયા તેના કપડાં પર ધ્યાન કેન્દ્રીત નહીં કરે.



મેલાનિયા ટ્રમ્પની ટેક્સાસની અચાનક મુલાકાત ટ્રમ્પ દ્વારા બાળકોને તેમના પરિવારથી અલગ કરવાના આદેશ પર હસ્તાક્ષર બાદ યોજાઇ. ટ્રમ્પે નવી પ્રવાસી નીતિને કારણે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારા લોકોની ધરપકડ કરી તેમના બાળકોને તેમનાથી અલગ કરી દેવામાં આવી રહ્યાં છે.

બીજી બાજુ મેલાનિયાના ટી-શર્ટનો મેસેજ વાયરલ થતા ટ્રમ્પે પત્નીનો બચાવ કર્યો હતો, સાથે જ તેઓએ મીડિયા પર પણ નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે ટ્વીટ કરી લખ્યું કે ખરેખર મને કોઇ ફરક નથી પડતો, શું તમને પડે છે ? મેલાનિયાની જેકેટ પાછળ આ સંદેશ ફેક ન્યૂઝ મીડિયા માટે હતો, મેલાનિયા જાણી ગઇ છે કે તે ફેક મીડિયા કેટલું બેઇમાન છે અને તે સાચે જ કોઇ પરવા કરતી નથી.
First published:

Tags: Melania-trump, Migrant

विज्ञापन