વધુ એક ગુજરાતી પર લૂંટનાં ઇરાદે કરાયું અમેરિકામાં ફાયરિંગ

News18 Gujarati
Updated: March 16, 2019, 4:19 PM IST
વધુ એક ગુજરાતી પર લૂંટનાં ઇરાદે કરાયું અમેરિકામાં ફાયરિંગ
અમેરિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો થયો છે

જ્યારે ખુશ પટેલ દુકાનમાં એકલો હતો ત્યાકે હુમલાખોર બંદૂક લઇને લૂંટનાં ઇરાદે અંદર આવ્યો હતો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: અમેરિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો થયો છે. અમેરિકાનાં સાઉથ કોરીનામાં ગુજરાતનાં આંકલાવનાં ખુશ પટેલ પર હુમલો થતાં તેનાં માથામાં ગોળી વાગી છે. હાલ તેની દવાખાનામાં સારવાર ચાલી રહી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે સાઉથ કોરીનામાં આવેલી એક દુકાનમાં ખુશ પટેલ નામનો ગુજરાતી યુવક ઘણાં સમયથી નોકરી કરે છે. જ્યારે ખુશ પટેલ દુકાનમાં એકલો હતો ત્યાકે હુમલાખોર બંદૂક લઇને લૂંટનાં ઇરાદે અંદર આવ્યો હતો. જે પછી તેણે ફાયરિંગ પણ કર્યું હતું. હુમલાખોર તો ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેના કારણે ખુશને માથામાં ઇજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાને કારણે આંકલાવમાં રહેતા પરિવારમાં પણ દુખની લાગણી છવાઇ ગઇ છે. નોંધનીય છે કે આ પહેલા પણ અનેકવાર અમેરિકામાં લૂંટના ઇરાદે ગુજરાતીઓ પર હુમલા થયા છે. થોડા સમય પહેલા મૂળ કલોક નારદીપુર ગામના નરેન્દ્રભાઇની હત્યા કરવામાં આવી હતી. તેઓ જ્યોર્જીયામાં સુપર માર્કેટ ચલાવતા હતા. સૂપર માર્કેટમાં અચાનક લૂંટારૂઓ આવી ચડ્યા હતા. પ્રથમ તો તેમણે લૂંટ ચલાવી અને ભાગતી વખતે લૂંટારૂઓએ ચાર રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. જેમાં ગંભીર રીતે ઇજા પામેલા નરેન્દ્રભાઇ મોતને ભેટ્યા હતા. તેઓ અમેરિકામાં પોતાની પત્ની અને બે બાળકો સાથે રહે છે.
First published: March 16, 2019
વધુ વાંચો
अगली ख़बर