Home /News /world /Train Fire Video: નદીની વચ્ચોવચ પુલ પર ટ્રેનમાં લાગી આગ, પાણીમાં કૂદી પડ્યા લોકો; હ્રદયસ્પર્શી વીડિયો
Train Fire Video: નદીની વચ્ચોવચ પુલ પર ટ્રેનમાં લાગી આગ, પાણીમાં કૂદી પડ્યા લોકો; હ્રદયસ્પર્શી વીડિયો
ટ્રેનમાં આગ લાગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. image: ZEE
Train Fire Viral Video: ટ્રેનમાં આગ લાગવા (Fire in moving train)નો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદતા જોવા મળે છે.
Burning Train Video: અકસ્માત ગમે ત્યાં અને ગમે તે રીતે થઈ શકે છે. સમયનો કોઈ ભરોસો નથી. હાલમાં જ અમેરિકા (United States)ના બોસ્ટન (Boston)માંથી એક ચોંકાવનારો વીડિયો (Train Fire Viral Video) સામે આવ્યો છે. વાસ્તવમાં એક ટ્રેન જ્યારે પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી. આ પુલ મિસ્ટિક નદી પર બનાવવામાં આવ્યો છે. ટ્રેનમાં આગ લાગતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
લોકો પોતાનો જીવ બચાવવા બૂમો પાડવા લાગ્યા. ત્યારબાદ કોઈ રસ્તો ન મળતા લોકોએ જીવ બચાવવા પુલ ઉપરથી નદીમાં કૂદી પડયા હતા. તમને જણાવી દઈએ કે ટ્રેનમાં આગ લાગવાનો અને લોકો નદીમાં કૂદતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ તેને ખૂબ જ ડરામણી ઘટના ગણાવી રહ્યા છે.
ટ્રેનના એન્જિનમાં લાગી આગ આ હૃદયદ્રાવક ઘટના 21 જુલાઈએ અમેરિકાના બોસ્ટનમાં બની હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રેનના એન્જિનમાં આગ લાગી છે અને ટ્રેનનો આગળનો ભાગ ધુમાડાથી સળગવા લાગે છે. થોડી જ વારમાં આગ ઝડપથી ફેલાઈ જાય છે અને ધુમાડાના ગોટેગોટા દેખાય છે. જ્યારે ટ્રેનના એન્જિનમાં આગ લાગી ત્યારે તે બ્રિજ પર હતી. લોકો પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. આ પછી લોકોએ પોતાનો જીવ બચાવવા નદીમાં કૂદવાનું નક્કી કર્યું. ઘણા લોકો નદીમાં તરતા જોવા મળ્યા હતા.
લોકો પોતાનો જીવ બચાવવા ટ્રેનની બારીમાંથી કૂદી પડ્યા તે જ સમયે, અન્ય એક વીડિયોમાં લોકો એક પછી એક ટ્રેનની બારીમાંથી કૂદતા જોવા મળી રહ્યાં છે. લોકોમાં ભારે ખળભળાટ જોવા મળી રહી છે. વીડિયોમાં આગ લાગ્યા બાદ ધુમાડો નીકળતો પણ દેખાઈ રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ ઘટનાનો વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક મહિલા નદીમાં તરતી જોવા મળી રહી છે. ટ્રેનમાં આગ લાગ્યા બાદ આ મહિલા પુલ પરથી પડી અને જીવ બચાવવા નદીમાં કૂદી પડી.
ટ્રેનમાં આગ કેવી રીતે લાગી? સદનસીબે આ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું નથી. તમામ લોકો સુરક્ષિત રીતે બચી ગયા હતા. લોકો યોગ્ય સમયે ટ્રેનમાંથી બહાર આવી ગયા. તમને જણાવી દઈએ કે ટ્રેનમાં આગ ત્યારે લાગી જ્યારે એક ટ્રેનમાંથી ધાતુની પટ્ટી પડી અને તે બીજી ટ્રેનના સંપર્કમાં આવી. એટલે કે સ્પાર્ક થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર