અમેરિકાના જંગલમાં લાગી ભયાનક આગ, 2 લાખ લોકોનું સ્થળાંતર

News18 Gujarati
Updated: August 5, 2018, 7:01 PM IST
અમેરિકાના જંગલમાં લાગી ભયાનક આગ, 2 લાખ લોકોનું સ્થળાંતર
અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં આવેલા જંગલમાં ભયાનક આગ લાગી

મેન્ડોસિનો કોમ્પલેક્ષ સુધી ફેલાયેલી આ આગ ઇતિહાસની છઠ્ઠી સૌથી મોટી આગ ગણાય છે. અત્યાર સુધી લોસ એન્જલસના એક તૃતીયાંશ ભાગ બળીને ખાખ

  • Share this:
અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં આવેલા જંગલમાં ભયાનક આગ લાગી છે. શનિવારે મોડી સાંજ સુધી નોર્થ સાન ફ્રાન્સિસ્કોના 299 હજાર એકરમાં આગ ફેલાઇ ગઇ હતી. મેન્ડોસિનો, લેક અને કોલુસા કાઉન્ટીમાં વધુ 20 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. મેન્ડોસિનો કોમ્પલેક્ષ સુધી ફેલાયેલી આ આગ ઇતિહાસની છઠ્ઠી સૌથી મોટી આગ ગણાય છે. આગના કારણે અત્યાર સુધી લોસ એન્જલસના એક તૃતીયાંશ ભાગ બળીને ખાખ થઇ ગયો છે.

ફાયર ફાઇટર ટીમ અને ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓ ડઝનથી વધુ સ્થળોએ લાગેલી વાઇલ્ડફાયર પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યાં છે. ગત મહિનેથી લાગેલી આ આગમાં એક લાખથી વધુ એકર જમીન બરબાદ થઇ ગઇ છે અને 8 લોકોનાં મોત થયા છે.

આગના કારણે કેલિફોર્નિયામાં ગરમ અને શુષ્ક હવામાન તૈયાર થઇ રહ્યું છે. કેલિફોર્નિયાના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, રાજ્યના અધિકારીઓને મુખ્ય ચિંતા જંગલમાં લાગેલી આગ છે, જેના કારણે અત્યાર સુધી 45,600 હેક્ટર (112,888 એકર)થી વધુ જમીન બરબાદ થઇ ગઇ છે. રેડિંગ શહેરની નજીક 23 જુલાઇના રોજ લાગેલી આગના કારણે 1,236 ઇમારતો ખાખ થઇ ગઇ છે. રેડ્ડિંગમાં અંદાજિત 92,000 વસતી છે. સાન ફ્રાન્સિસ્કોના નોર્થ સાસ્તા અને ટ્રિનિટી કાઉન્ટીમાં હજુ પણ આગ યથાવત છે. અહીંતી 38,000 લોકોએ સ્થળાંતર કર્યુ હતું જેમાંથી 10,000 લોકો પરત ફર્યા છે.

America, fire, Forest fire, California
કેલિફોર્નિયાના ફાયર ટીમના અધિકારીઓએ જણાવ્યું કે, આગના કારણે હજુ પણ 5000થી વધુ ઇમારતોને જોખમ છે


કેલિફોર્નિયાના ફાયર ટીમના અધિકારીઓએ જણાવ્યું કે, આગના કારણે હજુ પણ 5000થી વધુ ઇમારતોને જોખમ છે. ગુરૂવારે ઝડપથી ફેલાયેલી આગ સાન ફ્રાન્સિસ્કોની નજીક 230 માઇલ ઉત્તરમાં સ્થિત રેડ્ડિંગ શહેરને પોતાની લપેટમાં લઇ લીધું છે. જો કે, અધિકારીઓએ જણાવ્યું કે, આગની ઝડપમાં ઘટાડો થયો છે અને તેના ઉપર નજર સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
First published: August 5, 2018, 6:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading