Home /News /world /

વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે આજે UKની કોર્ટમાં અંતિમ સુનાવણી

વિજય માલ્યાના પ્રત્યાર્પણ મામલે આજે UKની કોર્ટમાં અંતિમ સુનાવણી

વિજય માલ્યા (ફાઇલ તસવીર)

    લંડનની કોર્ટમાં ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણનો કેસ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આજે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ બંને પક્ષ તરફથી અંતિમ દલીલો કરવામાં આવશે. જે બાદમાં અંતિમ ચુકાદાની તારીખ જાહેર કરવામાં આવી શકે છે.

    આ કેસમાં ધ ક્રાઉન પ્રોસિક્યુસન સર્વિસ (સીપીએસ) ભારત તરફથી કેસ લડી રહી છે. આ અંગે અંતિમ ચુકાદો સમર વેકેશન બાાદ સપ્ટેમ્બરમાં કોર્ટની કાર્યવાહી ફરી શરૂ થશે ત્યારે આવી શકે છે.

    નોંધનીય છે કે છેતરપિંડીના આરોપ સબબ આ વર્ષે એપ્રિલમાં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે વિજય માલ્યાની ધરપકડ કરી હતી. હાલ તે જામીન પર બહાર છે.

    માલ્યા ગયા વર્ષે માર્ચ મહિનાથી ભારત છોડીને યુકે ભાગી ગયો છે. 61 વર્ષીય બિઝનેસમેન બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઇન્સનો માલિક છે. તેના પર ભારતમાં વિવિધ બેંકો સાથે રૂ. 9000 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી તેના પ્રત્યાર્પણના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન માલ્યા પણ કહી ચુક્યો છે કે તે ભારત પરત ફરીને બેંકોના પૈસા પરત કરવા માંગે છે, પરંતુ તેને મોકો આપવામાં નથી આવી રહ્યો.

    માલ્યાએ તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે તે ભારત પરત ફરીને તમામ દેવું ચુકતે કરવા માંગે છે. માલ્યાએ એવું પણ કહ્યું હતું કે તે પહેલાથી જ બેંકોના બાકી લેણા ચુકવવા માટે તૈયાર છે પરંતુ ભારત સરકાર તરફથી તેને કોઈ મદદ નથી મળી રહી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Airlines, Extradition, Hearing, UK, Vijay Mallya, લંડન

    આગામી સમાચાર