એક નાનું પાકિસ્તાની સૈન્ય વિમાન મંગળવાર વહેલી પરોઢે રાવલપિંડીના ગરારી શહેરની પાસે એક રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું, જેમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા છે.
એક નિવેદનમાં સેનાએ કહ્યું કે વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં પાંચ સૈનિક હતા. બચાવ અધિકારીઓએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ગંભીર હાલતમાં ઘાયલ થયા છે.
સેનાએ દુર્ઘટનાના કારણે વિશે કોઈ જાણકારી નથી આપી અને માત્ર કહ્યું કે રાવલપિંડીના બહારના વિસ્તાર મોરા કાલૂ ગામમાં એક વિમાન નિયમિત પ્રશિક્ષણ ઉડાણ પર હતું. ટીવી ફુટેજમાં રહેણાંક વિસ્તારમાં આગ લાગતી જોવા મળે છે.
1122 ઇમરજન્સી સેવાના એક અધિકારી ફારૂક બટે કહ્યું કે દુર્ઘટનામાં સૈનિકો સહિત ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થઈ ગયા અને અધિકારીઓએ હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરી. તેઓએ કહ્યં કે વિમાન દુર્ઘટનામાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે.
બટે કહ્યું કે બચાવ અભિયાન હજુ ચાલુ છે. બચાવ અધિકારીઓનું કહેવું છે કે વિમાને ટાવરથી અચાનક નિયંત્રણ ગુમાવી દીધું હતું અને ઘટનાનું કારણ જાણી નથી શકાયું.