Home /News /world /ભારતને લઇને ટ્રમ્પે માર્યો ટોણો -'બધા અમને પીગી બેંક સમજે છે'

ભારતને લઇને ટ્રમ્પે માર્યો ટોણો -'બધા અમને પીગી બેંક સમજે છે'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત ટેક્સ લગાવવાના નિર્ણયની ટીકાને લઇને ભારત પર કટાક્ષ કર્યો છે. તેની સાથે જ તેમણે આરોપ લગાવ્યો હતો કે મોટાભાગના દેશોએ અમેરિકાની કંપનીને 'પિગી બેન્ક' સમજી રાખી છે.

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પેપરમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, કેનેડામાં આયોજીત G-7 સમિટમાં ટ્રમ્પ ખૂબ જ આકરા પાણીઓ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની સાથે યોગ્ય વ્યવહાર ન કરતા દેશોને ચેવતણી આપતા કહ્યું હતું કે, "આ ફક્ત જી-7 જ નથી. મારો મતલબ છે આપણી સામે ભારત છે, જ્યાં અમુક વસ્તુઓ પર 100 ટકા આયાત ડ્યૂટી છે. પૂરેપૂરા 100 ટકા...અને આપણે બિલકુલ નથી બદલાતા. આપણે એવું નથી કરતા શકતા."

    કેનેડાના ક્યૂબેક શહેરમાં બે દિવસની G-7 સમિટમાં નિર્ધારિત સમય પહેલા જ પરત ફરેલા ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, "અમે જાણે કે પીગી બેંક બની ગયા છીએ, જેને દરેક લોકો લૂંટી રહ્યા છે."

    સાથે જ તેમણે કહ્યું હતું કે, "તમે આવું ન કરી શકો. અમે અનેક દેશ સાથે વાતચીત કરી રહ્યા છીએ. આ બંધ થઈ જશે અથવા અમે તેમની સાથે વેપાર બંધ કરી દઇશું. આવું થશે તો તમામ લોકોને ફાયદો થશે."

    નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં હાર્લી-ડેવિડ્સન પર ભારતે 100% ટેક્સ લગાડવાની ટીકા કરી હતી. સાથે જ તેમણે અમેરિકામાંથી આયાત કરવામાં આવતી હજારો મોટરસાઇકલો પર આયાત ડ્યૂટી લગાવવાની ચીમકી આપી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Donald trump, Import duty, ભારત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन