પાકિસ્તાનને હવે EUમાંથી ફટકો, સાંસદોએ કહ્યું - ચંદ્ર પરથી નથી આવતા આતંકવાદીઓ

News18 Gujarati
Updated: September 18, 2019, 4:31 PM IST
પાકિસ્તાનને હવે EUમાંથી ફટકો, સાંસદોએ કહ્યું - ચંદ્ર પરથી નથી આવતા આતંકવાદીઓ
પાકિસ્તાનને હવે EUમાંથી ફટકો, સાંસદોએ કહ્યું - ચંદ્ર પરથી નથી આવતા આતંકવાદીઓ

ભારતમાં હુમલો કરનાર આતંકવાદી પડોશી દેશોમાંથી જ આવે છે, આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ

  • Share this:
પાકિસ્તાન (Pakistan)ને કાશ્મીર મુદ્દા (Kashmir Issue)પર ફરી એક વખત ફટકો પડ્યો છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને લઈને ક્યારેક ઘૂંટણિયા ટેકવી નાખી છે તો ક્યારેક ઇમરાન ખાન PoKના યુવાઓને ભારતમાં ઘુસણખોરી કરવા માટે ઉફસાવે છે. આ બધા પ્રયત્નો છતા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાયથી સમર્થન મળતું નથી. આ વખતે યૂરોપિયન યુનિયન (European Union)ની સંસદમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાને લપડાક મળી છે.

યૂરોપિયન કંઝરવેટિવ્સ એન્ડ રિફોર્મિસ્ટ સમૂહના રિસ્જાર્દ કઝાર્નેકીએ કહ્યું હતું કે ભારત દુનિયામાં મહાન લોકતંત્રમાંથી એક છે. પોલેન્ડે કહ્યું હતું કે આપણે ભારત (India) અને ખાસ કરીને જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir)માં આતંકી હુમલાને જોવા પડશે. ભારતમાં હુમલો કરનાર આતંકવાદી ચંદ્ર ઉપરથી ઉતરતા નથી. તે પડોશી દેશોમાંથી જ આવે છે. આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ.

આ પણ વાંચો - પાકિસ્તાનમાં હિન્દુ યુવતીની હત્યા, ફરી બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયત્ન?

યૂરોપિયન પીપુલ્સ પાર્ટી સમૂહના નેતા ફલ્વિયો માર્શિલોએ યૂરોપિયન સંઘની સંસદમાં કહ્યું હતું કે પાકિસ્તાને પરમાણું યુદ્ધની ધમકી આપી છે. પાકિસ્તાન એવો દેશ છે જ્યાં બેસીને આતંકવાદીઓ કોઈ ડર વગર યૂરોપમાં આતંકીવાદી (Terrorist Attack)હુમલાનું ષડયંત્ર રચી શકે છે. પાકિસ્તાનમાં માનવાધિકારોનો જાહેરમાં ભંગ થઈ રહ્યો છે અને તે વાતનો ઉલ્લેખ પણ કરતું નથી.યૂરોપિય સંઘની સંસદે ભારત અને પાકિસ્તાનને આ મુદ્દા પર એકબીજા સાથે વાત કરવાની સલાહ આપી છે. જેથી શાંતિપૂર્ણ રીતથી સમાધાન કરવામાં આવે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રી મંચો ઉપર કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની માંગણી કરી રહ્યું છે. દુનિયાના મોટાભાગના દેશો પાકિસ્તાનની વાત સાંભળી રહ્યા નથી. મોટાભાગના દેશો કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ભારત સાથે સીધી વાત કરવાની સલાહ આપી રહ્યા છે.
First published: September 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading