Home /News /world /બ્રિટિશ રાજકુમારી યૂઝિનીએ કર્યા લગ્નઃ 'v' શેપનો પહેર્યો ડ્રેશ જેથી દેખાય વાગ્યાનું નિશાન

બ્રિટિશ રાજકુમારી યૂઝિનીએ કર્યા લગ્નઃ 'v' શેપનો પહેર્યો ડ્રેશ જેથી દેખાય વાગ્યાનું નિશાન

બ્રિટનની રાજકુમારીના લગ્ન

બ્રિટનની રાજકુમારી યૂઝિનીએ તકીલા એક્ઝિક્યુટિવ જૈક બ્રૂક્સબેન્ક સાથે શુક્રવારે વિન્ડસર કૈસલમાં ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા.

બ્રિટનની રાજકુમારી યૂઝિનીએ તકીલા એક્ઝિક્યુટિવ જૈક બ્રૂક્સબેન્ક સાથે શુક્રવારે વિન્ડસર કૈસલમાં ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં અનેક જાણિતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. યૂઝિની ક્વીન એજેલાબેથ દ્વિતિયની પડપોતી છે. અને બ્રિટન સિંહાસનની નવમી દાવેદાર છે. તેઓ પ્રિન્સ એન્ડ્યુ અનેસારા ફર્ગુસનની પુત્રી છે. તેમના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા છે.

ક્વીન અને તેમના પતિ પ્રિન્સ ફિલિપ, પ્રિન્સ ચાર્લ્સ, પ્રિન્સ વિલિયમ અને તેની પત્ની કેટ અને પ્રિન્સ હેરીની પત્ની મેગન ઉપસ્થિત રહ્યા હતા. પહેલા અંદાજો હતો કે, 97 વર્ષના પ્રિન્સ ફિલિપ ભાગ્યે જ લગ્નમાં હાજર રહી શકશે. કારણ કે તેમનું સ્વાસ્થ્ય સારું નથી. જોકે, પ્રિન્સ ચાર્લ્સની પત્ની કૈમિલા લગ્નમાં હાજર રહ્યા ન્હોતા.

યૂઝિનીને ફિટેડ ટોપની સાથે લાંબી બાયનું ગાઉન પહેર્યું હતું. તેમની ડ્રેસની આગળ અને પાછળનો ભાગ 'V' શેપમાં કટ હતો. તેમણે જાતે જ આવો ડ્રેસ તૈયાર કરવા માટે કહ્યું હતું જેના કારણે તેમની સર્જરીના નિશા દેખાઇ શકે. 12 વર્ષી ઉંમરમાં યૂઝિનની સર્જરી થઇ હતી જેથી કરીને સ્કોલિસોસિર (કરોડરજ્જુના હાડકા સાથે જોડાયેલો એક ભાગ) સરખો કરાવી શકાય. તેમણે કહ્યું કે, લોકોને નિશાન બતાવવું જરૂરી હતી.

આ ઉપરાંત યૂઝિનીના લગ્નના ગાઉનમાં માથાના ઘૂંઘટનો પણ સમાવેશ થયો નથી. આ બ્રિટિશ રાજવંશની પરંપરાથી ખૂબ જ અલગ હતું. કેટલાક મહિના પહેલા પ્રિન્સ હેરીનાલગ્નમાં પણ તેમની પત્ની મેગન માર્કેલે પણ પરંપરાગત ઘૂંઘટવાળું ગાઉન પહેર્યું હતું. પરંતુ પ્રિન્સ હેરીએ ખુબ જ સાદાયથી લગ્ન કર્યા હતા.
First published:

Tags: BRITAIN, Europe, Marriage

विज्ञापन