ઇંગ્લેન્ડ કોર્ટનો PAKને ફટકો, હૈદરાબાદના નિઝામની 3 અબજની સંપત્તિ ભારતને મળશે

News18 Gujarati
Updated: October 2, 2019, 9:15 PM IST
ઇંગ્લેન્ડ કોર્ટનો PAKને ફટકો, હૈદરાબાદના નિઝામની 3 અબજની સંપત્તિ ભારતને મળશે
ઇંગ્લેન્ડ કોર્ટનો PAKને ફટકો, હૈદરાબાદના નિઝામની 3 અબજની સંપત્તિ ભારતને મળશે

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ હાઇકોર્ટે હૈદરાબાદના સાતમા નિઝામના બે વંશજોના હકમાં નિર્ણય આપ્યો

  • Share this:
ભારતે દુનિયાના વધુ એક મંચ ઉપર પાકિસ્તાનને (Pakistan)ફટકા આપ્યો છે. આ મામલો હૈદરાબાદના સાતમાં નિઝામ (Hyderabad Nizam) ના લગભગ 3 અબજ રુપિયા સાથે જોડાયેલ છે. આ મામલે ઇંગ્લેન્ડની કોર્ટે ભારતના પક્ષમાં નિર્ણય આપ્યો છે. આ પૈસા ઉપર ભારતમાં નિઝામના ઉત્તરાધિકારીનો અધિકાર રહેશે. બુધવારે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ હાઇકોર્ટે હૈદરાબાદના સાતમા નિઝામના બે વંશજોના હકમાં નિર્ણય આપ્યો છે.

આ મામલો નિઝામ દ્વારા 1948માં દસ લાખ પાઉન્ડ લંડનની બૅન્કમાં મોકલવાને લઈને જોડાયેલ છે. તે સમયે જમા થયેલી રકમ 1,007,940 પાઉન્ડ (લગભગ 8 કરોડ 87 લાખ રુપિયા) હવે લગભગ 35 કરોડ પાઉન્ડ (લગભગ 3 અબજ 8 કરોડ 40 લાખ રુપિયા) બરાબર થઈ ગઈ છે. છેલ્લા 70 વર્ષમાં આ કેસ ઘણો ઉતાર-ચઢાણ ભર્યો રહ્યો છે. જેમાં એક તરફ ભારતની સાથે નિઝામના વંશજ મુકર્રમ જાહ અને મુક્કાજમ જાહ હતો. તો બીજી તરફ પાકિસ્તાન દાવો કરતું હતું. પાકિસ્તાનનો દાવો હતો કે આ પૈસા તે સમયે હથિયારોની સપ્લાઇ માટે જારી કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - અમેરિકાએ કહ્યું - કાશ્મીર મુદ્દાને લઈને ભારતમાં હુમલો કરી શકે છે પાક આતંકી

166 પેજોના નિર્ણયમાં જસ્ટિસ માર્ક્સ સ્મિથે કહ્યું હતું કે ભલે આ વાત સાચી હોય કે ભારતમાં સામેલ થવા અને ધરપકડના ડરના કારણે નિઝામની સરકાર હથિયારોની ખરીદીમાં સામેલ હતી. હથિયારો ખરીદવા માટે બીજા એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. જોકે આ પૈસા ઉપર પાકિસ્તાનનો હક નથી. મને નથી લાગતું કે હથિયારોની ખરીદી કે પાકિસ્તાનની ક્ષતિપૂર્તિનો કોઈપણ પ્રકારની ખરીદીથી કોઈ લેવા દેવા નથી.જજે પોતાના ઓર્ડરમાં કહ્યું હતું કે નિઝામના ભારતમાં જે વંશજ છે, તે જ આ પૈસા મેળવવાના સાચા અધિકારી છે. આવા સમયે અમને કોઈ સંભાવના નથી લાગતી કે ભારતમાં તેના વંશજો સિવાય કોઈ બીજા આ પૈસાના ઉત્તરાધિકારી છે.સાતમા નિઝામના પૌત્ર યુવરાજ મુકર્રમ જાહ આઠમાનું પ્રતિનિધિત્વ કરનારી લો સંસ્થા વિદર્સ વર્લ્ડવાઇડ લો ફર્મ ના પોલ હેવિટ્ટે નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે અમારા ક્લાઇન્ટ હવે પોતાના પૈસા મેળવવાના હકદાર છે. જેના ઉપર છેલ્લા 70 વર્ષથી વિવાદ છે. જ્યારે આ વિવાદ શરુ થયો તો અમારા ક્લાઇન્ટ બાળક હતા, આજે તે લગભગ 80 વર્ષના છે.
First published: October 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading