Home /News /world /'સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

'સવારે ઉઠી તો મારા શરીર ઉપર કપડા ન્હોતા', બિઝનેસ ટ્રીપમાં ગઈ હતી મહિલા, CCTVએ ખોલી બોસની પોલ

પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

China news: સાંજે મીટિંગમાં ક્લાઈન્ટે તેને કિસ કરી હતી. ત્યારબાદ કંઈ યાદ નથી. જ્યારે તે સવારે ઉઠી તો હોટલના રૂમમાં હતી અને તેના શરીર ઉપર એકપણ કપડું ન્હોતું. સાંજે શું થયું તેને યાદ નથી. જ્યારે તેણે સીસીટીવી ફૂટેની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના બોસ ચાર વખત તેના રૂમમાં આવ્યો હતો.

વધુ જુઓ ...
શંઘાઈઃ ચીનની (china news) ઈ કોમર્સ કંપની અલીબાબાએ (E-commerce company alibaba) પોતાના અનેક કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે કહ્યું કે કંપનીના એક કર્મચારીએ યૌન ઉત્પીડનનો (molestation) આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય લેવાયો હતો. અત્યારે જિનાન શહેરની  પોલીસ  (police) તપાસ કરી રહી છે. કંપના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે અલીબાબ ગ્રૂપમાં યૌન ઉત્પીડન જેવી ઘટના કોઈ કાળે સહન થાય એમ નથી. અહીં આ માટે ઝીરો ટોલરન્સની નીતિ (Zero Tolerance Policy) છે. દરેક કર્મચારીઓને સુરક્ષિત વર્કપ્લેસ આપવી અમારી પ્રાથમિક્તા છે.

ચીનના સોશિયલ પ્લેટફોર્મ વીબો ઉપર મહિલાનો મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે. મહિલા એ જણાવ્યું કે જ્યારે તે બિઝનેસ ટ્રીપ ઉપર હતી. ત્યારે તેની સાથે ઉત્પીડનની ઘટના બની હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેના બોસે તેને હાંગ્ઝોમાં અલીબાબાના હેડ ઓફિસથી લગભગ 900 કિલોમિટર દૂર જીનાન શહેરમાં જવા માટે મજબૂર કરી હતી.

મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 27 જુલાઈની સાંજે મીટિંગમાં ક્લાઈન્ટે તેને કિસ કરી હતી. ત્યારબાદ કંઈ યાદ નથી. જ્યારે તે સવારે ઉઠી તો હોટલના રૂમમાં હતી અને તેના શરીર ઉપર એકપણ કપડું ન્હોતું. સાંજે શું થયું તેને યાદ નથી. જ્યારે તેણે સીસીટીવી ફૂટેની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના બોસ ચાર વખત તેના રૂમમાં આવ્યો હતો. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે કંપનીએ આરોપી સામે કડક કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ-પતિ નીકળ્યો દગાબાજ તો 10 વર્ષ સુધી ન કર્યું સેક્સ, પત્નીએ વ્યક્ત કરી દર્દભરી કહાની

આ પણ વાંચોઃ-અમદાવાદઃ અમરાઈવાડીમાં ખેલાયો ખૂની ખેલ! અંગત અદાવતમાં રાજાએ કરિયાણાના વેપારીની છરી વડે કરી હત્યા

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક ડોક્ટરે પોતાની નર્સ પ્રેમિકાના શરીરમાંથી ભૂતને ભગાડવા માટે 100થી વધારે ઈન્જેક્શનો આપ્યા હતા. અનેક દવાઓ પણ આપી હતી. જેનાથી તેની હાલત મરણતોલ થઈ ગઈ હતી. યુવતી ડોક્ટર સાથે જ નર્સનું (doctor and nurse) કામ કરતી હતી. કોર્ટે ડોક્ટરને દોષી ઠેરવ્યો હતો. અને સજા સંભળાવવા સુધી જેલમાં ધકેલી દીધો હતો.

આ પણ વાંચોઃ-પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

આ પણ વાંચોઃ-વિચિત્ર કિસ્સો! પોર્ન ફિલ્મ જોવા માટે મજબૂર કરતો હતો પતિ, પછી પત્નીએ મૂકી એવી શરત કે પતિના ઉડી ગયા હોશ

દોષીનું નામ હોસન મેટવાલી છે. કોર્ટે તેમને દોષી ઠેરવતા કહ્યું કે આ અત્યાર સુધીનો સૌથી વિચિત્ર કિસ્સો છે. પોલીસે કોર્ટને જણાવ્યું કે ભૂત ભગાડવાની વિધિ દરમિયાન ડોક્ટરે પોતાની ગર્લફ્રેન્ડને ડ્રગ્સની સાથે ઈન્જેક્શન આપતો હતો. જેનાથી અનેક અંગો કામ કરતા બંધ થયા હતા. યુવતી મોતના મુખ સુધી પહોંચી ગઈ હતી.

પોલીસે કોર્ટની સામે કેટલાક વીડિયો પણ રાખ્યા હતા. જેમાં ચાર વર્ષ સુધીનો ડોક્ટરના ઘરનું રેકોર્ડિંગ હતું. આશરે 200 ક્લિપના મુખ્ય અંશો દેખાડવામાં આવ્યા હતા. કેટલાક વીડિયો જોઈએ તો ડોક્ટરે નર્સને પથારીમાં બાંધી દીધી હતી. અને કેટલાક વીડિયોમાં તો દેખાય છે કે ડોક્ટર કેટલાક ઈલેક્ટ્રીક ઉપકરણોનો ઊપયોગ કરી રહ્યો છે. 2016માં એક ક્લિપમાં આરોપી મેટવાલીએ મંત્રોચ્ચાર કરતો દેખાયો હતો. તે પોતાની ગર્લફ્રેન્ડના શરીર ઉપર કેટલાક સુગંદીદાર વસ્તુ છાંટતો હતો. ત્યારે નર્સ તેને પૂછતી કે શું તે મારો બળાત્કાર કર્યો? મૂળ મિશ્રનો રહેનારા આરોપી ડોક્ટરે જૂરીને જણાવ્યું કે તેણે પીડિતા વિલ્સનને ખરાબ આત્માઓને ભગાડવા માટે અનુષ્ઠાન કર્યું હતું. જેમાં તેણે માત્ર પવિત્ર તેલનો ઉપયોગ કર્યો હતો. ઈન્જેક્સનનો નહીં.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો