Home /News /world /જાપાનમાં લંચ માટે 3 મિનિટ કર્મચારી વહેલા જતા કાપી લેવાઈ સેલરી

જાપાનમાં લંચ માટે 3 મિનિટ કર્મચારી વહેલા જતા કાપી લેવાઈ સેલરી

File Photo

એક જાપાની સિટી ઓફિસના અધિકારીએ પોતાના કર્મચારી પર કામના સમયે વારં-વાર પોતાની સીટ પરથી ઉઠવા પર દંડ ફટકાર્યો છે. કર્મચારી પર આ દંડ પોતાની સીટ પરથી લંચ માટે 3 મિનીટ વહેલા ઉઠવા પર લગાવવામાં આવ્યો છે.

સિટિ ઓફિસના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કર્મચારીએ સાત મહિના દરમ્યાન 26 વખત નક્કી કરેલ સમય કરતા વહેલું લંચ બ્રેક લીધુ હતું. તેમણે વધુમાં કહ્યું કે, લંચ બ્રેકનો નક્કી સમય બપોરના 12 થી 1નો છે. તેણે પોતાની સીટ લંચ બ્રેકના પહેલા જ છોડી દીધી હતી. આ કારણોસર તેની સજા રૂપે અડધા દિવસની સેલરી કાપવામાં આવી, અને બોસ સામે માફી માંગવાનું કહેવામાં આવ્યું.

આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બની ગયો છે. લોકો કર્મચારીનો બચાવ કરીને સીટી ઓફિસનો વિરોધ કરી રહ્યા છે.

એક યૂઝરે લખ્યું છે કે, આ કેવું પાગલપન છે, તેમનું શું થાય છે જે સ્મોકિંગ માટે પોતાની ડેસ્ક છોડે છે.

બીજા યૂઝરે લખ્યું કે, આનો શું મતલબ છે, શું કોઈ બાથરૂમ જવા પણ પોતાના ડેસ્ક પરથી ના ઉઠી શકે.

આ પહેલા પણ આ જાપાની સીટી ઓફિસે પોતાના એક કર્મચારીને નિકાળી દીધો હતો. તે કામના સમયે વારં-વાર લંચ ખરીદવા બહાર જતો હતો. ઓફિસ પ્રમાણે કર્મચારી છ મહિનામાં 55 કલાક માટે ગાયબ રહ્યો હતો, ત્યારબાદ તેને કાઢી મુકવામાં આવ્યો હતો.
First published:

Tags: Got, Punished, કચેરી, કર્મચારી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો