પાકિસ્તાનના વિરોધમાં થયેલી રેલી પછી PoKમાં ઇમરજન્સી લાગુ, મોટા નેતાઓની ધરપકડ

News18 Gujarati
Updated: October 23, 2019, 7:14 PM IST
પાકિસ્તાનના વિરોધમાં થયેલી રેલી પછી PoKમાં ઇમરજન્સી લાગુ, મોટા નેતાઓની ધરપકડ
પાકિસ્તાનના વિરોધમાં થયેલી રેલી પછી PoKમાં ઇમરજન્સી લાગુ, મોટા નેતાઓની ધરપકડ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આઝાદી માટે વિરોધ પ્રદર્શન ઘણા લાંબા સમયથી થઈ રહ્યા છે

  • Share this:
મુજફ્ફરાબાદ : પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (Pakistan Occupied Kashmir)માં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. પીઓકે (PoK)માં સુરક્ષાકર્મીઓની નિમણુક કરવામાં આવી છે. પીઓકેના ઘણા મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. વિસ્તારમાં કોઈને રેલીની મંજૂરી નથી. પીઓકેમાં આ નિર્ણય બુધવારે યોજાયેલી રેલી પછી કરવામાં આવ્યો હતો. પીઓકેના લોકોએ આઝાદી માટે મુજફ્ફરાબાદ (Muzaffarabad)માં રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનું આયોજન સ્વતંત્ર રાજનીતિક પાર્ટીઓના સંગઠન ઓલ ઇડીંપેન્ડેટ પાર્ટીઝ એલાયન્સે (એઆઈપીએ) કર્યું હતું.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આઝાદી માટે વિરોધ પ્રદર્શન ઘણા લાંબા સમયથી થઈ રહ્યા છે. પીઓકેના લોકો પાકિસ્તાન (Pakistan)ના શાસનથી આઝાદી ઇચ્છે છે. સોમવારે વિરોધ પ્રદર્શન શરુ થયા હતા. જ્યાં લોકોએ ભેગા થઈને પાકિસ્તાન સામે સુત્રોચ્ચાર કર્યા હતા. લોકોનું કહેવું હતું કે પાકિસ્તાનની સરકાર અને સેનાના ગેરકાયદેસર કબજાથી આઝાદી ઇચ્છે છે.

આ પણ વાંચો - ફિદાયીન બની મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકાને લોકો કરી ટ્રોલ
મુજફ્ફરાબાદમાં બુધવારે પોલીસના લાઠીચાર્જમાં બે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નાગરિકો ઉપર લાઠીચાર્જ કર્યા પછી ત્યાંની પોલીસે પ્રેસ ક્લબમાં પણ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન થયેલી હિંસામાં ઘણા પત્રકાર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે તેમના કેમેરા અને અન્ય સામાનોને પણ નુકસાન પહોંચાડ્યું છે.

પોલીસે આ દરોડા તે સમયે પાડ્યા જ્યારે જમ્મુ કાશ્મીર પીપલ્સ નેશનસ એલાયન્સની પત્રકાર બેઠક ચાલી રહી હતી. મુજફ્ફરાબાદમાં આ એક દિવસમાં બીજી ઘટના છે. જેમાં પાકિસ્તાન પોલીસનો ક્રુર ચહેરો જોવા મળ્યો છે.
First published: October 23, 2019
વધુ વાંચો
अगली ख़बर