Home /News /world /Sri Lanka Crisis: શ્રીલંકામાં આર્થિક કટોકટીથી પરિસ્થિતિ વધુ વણસી, 13 કલાક વીજળી કાપ, ઇંધણ સ્ટેશન પર પોલીસ દળ તૈનાત

Sri Lanka Crisis: શ્રીલંકામાં આર્થિક કટોકટીથી પરિસ્થિતિ વધુ વણસી, 13 કલાક વીજળી કાપ, ઇંધણ સ્ટેશન પર પોલીસ દળ તૈનાત

શ્રીલંકામાં આર્થિક કટોકટીથી પરિસ્થિતિ વધુ વણસી (AP)

Sri Lanka Economic Crisis: દેશમાં આર્થિક સંકટ છે અને લોકો તેના માટે રાષ્ટ્રપતિ (Sri Lanka President)ને જવાબદાર માને છે. શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણની અછત (Inflation In Sri Lanka)ને કારણે ઇંધણ, રાંધણ ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ પાડોશી દેશ શ્રીલંકા હાલ (Sri Lanka Crisis)માં આર્થિક સંકટ (Economic Crisis)નો સામનો કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ શુક્રવારે રાત્રે કથળતી આર્થિક સ્થિતિ અને દેશભરમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી જાહેર કટોકટી લાદવા (Sri lanka emergency)ની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિની આ જાહેરાત સાથે, પોલીસને પણ વોરંટ વિના શંકાસ્પદોની ધરપકડ કરવાની વ્યાપક સત્તા મળી છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર શ્રીલંકામાં ઈંધણની ભારે અછત છે. બળતણ સ્ટેશનોમાં સશસ્ત્ર દળો તૈનાત કરવામાં આવ્યા છે.

    દેશમાં ઝડપથી વધી રહેલી મોંઘવારી, આવશ્યક ચીજવસ્તુઓની અછતથી નારાજ સેંકડો લોકોએ ગુરુવારે રાત્રે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માંગણી સાથે સેંકડો વિરોધીઓ તેમના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા, જેના પગલે 45 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કોલંબો શહેરના મોટાભાગના વિસ્તારોમાં સંક્ષિપ્ત કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

    દેશમાં આર્થિક સંકટ છે અને લોકો તેના માટે રાષ્ટ્રપતિને જવાબદાર માને છે. શ્રીલંકામાં વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઇંધણ, રાંધણ ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે અને લોકો દિવસમાં 13 કલાક સુધી પાવર કટનો સામનો કરી રહ્યા છે. પેપરની અછતને કારણે શાળાની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે જ્યારે દેશમાં મોટાભાગના સ્થળોએ હોસ્પિટલો બંધ છે.

    આ પણ વાંચો:શ્રીલંકામાં રાષ્ટ્રપતિના ઘરની બહાર લોકોનું વિરોધ પ્રદર્શન, પોલીસની ગાડીઓમાં લગાવી આગ

    ગુરુવારે દેખાવકારોએ રાજપક્ષે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને તેમના રાજીનામાની માંગ કરી. મળતી માહિતી મુજબ જ્યારે પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિના ઘરની બહાર હતા ત્યારે તેઓ તેમના ઘરે નહોતા. પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ દરમિયાન પાંચ પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા હતા અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હિંસામાં સામેલ કુલ 53 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    એક રિપોર્ટ અનુસાર, હાલમાં શ્રીલંકા પર 51 અબજ ડોલરનું વિદેશી દેવું છે. જેમાં આ વર્ષે લીધેલી $4 બિલિયનની લોનનો સમાવેશ થાય છે. જો આપણે શ્રીલંકાના ફોરેન રિઝર્વની વાત કરીએ તો હાલમાં શ્રીલંકાની પાસે માત્ર 2.31 બિલિયન ડોલરનો જ ફોરેન રિઝર્વ છે. શ્રીલંકા ઇંધણ, દવાઓ જેવી મૂળભૂત વસ્તુઓ માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે અને હાલમાં 5500 મેટ્રિક ટન એલપીજીનું માત્ર એક જહાજ બાકી છે કારણ કે લગભગ $4.9 મિલિયનનું ગેસ બિલ ચૂકવવાનું બાકી છે.

    આ પણ વાંચો : શ્રીલંકામાં લોકોની હાલત કફોડી, ખાવા-પીવાની ચીજ વસ્તુઓની અછત

    શ્રીલંકા તેના આર્થિક સંકટનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય તરફ વળ્યું છે. દેશે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો પણ સંપર્ક કર્યો છે જે આ મહિને વાત કરશે. શ્રીલંકાએ મદદ માટે ભારત અને ચીન સાથે પણ વાત કરી છે. ભારતે પાડોશી દેશની મદદ માટે 40 હજાર ટન ડીઝલનો કન્સાઈનમેન્ટ મોકલ્યો છે, જે તેને આજે સવારે મળ્યો છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Emergency, Latest News, Sri lanka, World news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन