Home /News /world /

'F***g Asians': AIની ફ્લાઇટમાં છાકટી બનેલી વિદેશી મહિલાએ ક્રૂને ભાંડી ગાળો

'F***g Asians': AIની ફ્લાઇટમાં છાકટી બનેલી વિદેશી મહિલાએ ક્રૂને ભાંડી ગાળો

મહિલાની લંડન ખાતે ધરપકડ કરવામાં આવી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્રૂ સાથે ગેરવર્તણૂંક કરનાર મહિલા પહેલા જ ચાર ક્વાર્ટર રેડ વાઇન ગટગટાવી ગઈ હતી.

    લંડનઃ મુંબઈથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક વિદેશ મહિલાએ હંગામો કર્યો હતો. આ વિમાને લંડન એરપોર્ટ પર લેન્ડિંગ કર્યાની સાથે જ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી હતી. વિદેશી મહિલાએ દારૂને લઈને એર ઇન્ડિયાને ક્રૂ સાથે ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં ક્રૂને ગાળો ભાંડીને વંશીય ટિપ્પણી પણ કરી હતી.

    મળતી માહિતી પ્રમાણે 10 નવેમ્બરના રોજ એર ઇન્ડિયની ફ્લાઇટ AI 131એ મુંબઈથી લંડન જવા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન વિમાનમાં સવાર એક વિદેશી મહિલાએ દારૂને લઈને એર ઇન્ડિયાને ક્રૂ સાથે ઝઘડો કર્યો હતો. આ મહિના બિઝનેસ ક્લાસમાં સવાર હતી. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે.

    એર ઇન્ડિયાનું કહેવું છે કે મહિલાને નિમય પ્રમાણે દારૂ પીરસવામાં આવ્યો હતો, પરંતુ તે વારેવારે દારૂની માંગણી કરી રહી હતી. ક્રૂએ વધારે દારૂ આપવાનો ઇન્કાર કરતા મહિલાએ ઝઘડો કર્યો હતો. તેમજ એર ઇન્ડિયાને ક્રૂને ગાળો ભાંડીને વંશીય ટિપ્પણી કરી હતી.



    આ પણ વાંચોઃ વિમાનમાં ફ્લાઇટ એટેન્ડેન્ટને ખોટી રીતે સ્પર્શ કરતા યુવક પહોંચ્યો જેલ

    મહિલા આયર્લેન્ડની હોવાની માહિતી સામે આવી છે. લંડનના હિથ્રો એરપોર્ટ પર તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ અંગેનો ચાર મિનિટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં મહિલાને ક્રૂ સાથે ગેરવર્તણૂંક કરતી જોઈ શકાય છે.

    વાયરલ ક્લિપમાં મહિલાએ એવું કહેતી સાંભળી શકાય છે કે, "હું તમારા લોકો માટે કામ કરું છું. હું f**g રોહિંગ્યા, એશિયન માટે ઇન્ટરનેશનલ ક્રિમિનલ વકીલ તરીકે કામ કરું છું. મને આ માટે કોઈ પૈસા નથી મળતા. પરંતુ તું મને એક ગ્લાસ દારૂ પીવડાવી શકે છે. બરાબર ને?" સૂત્રોના જણાવ્યા પ્રમાણે ક્રૂ સાથે ગેરવર્તણૂંક કરનાર મહિલા પહેલા જ ચાર ક્વાર્ટર રેડ વાઇન ગટગટાવી ગઈ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Cabin crew, Passenger, Wine, એર ઇન્ડિયા, લંડન

    આગામી સમાચાર