Home /News /world / Accident CCTV video: કાર ચલાવતી વખતે સૂઈ ગયો ડ્રાઈવર, ફૂટપાથ પર ચઢાવી દીઘી કાર, સિગરેટ પીતી મહિલા માંડ બચી!
Accident CCTV video: કાર ચલાવતી વખતે સૂઈ ગયો ડ્રાઈવર, ફૂટપાથ પર ચઢાવી દીઘી કાર, સિગરેટ પીતી મહિલા માંડ બચી!
જો મહિલા વધુ બે સેકન્ડ પણ ત્યાં ઉભી રહી હોત તો તેણીનો જીવ ગયો હોત.
હેમલિન, ટેક્સાસ (Hamlin, Texas)માં એક આઘાતજનક ઘટના બની જ્યારે ટેસ્લા કાર ચલાવતો ડ્રાઈવર ઊંઘી ગયો અને કારને ફૂટપાથ (Driver drove car on footpath) પર ચઢાવી દીધી
ઘણીવાર લોકો વાહન ચલાવતી વખતે સાવધાની સાથે જોડાયેલી બાબતોનું ધ્યાન રાખતા નથી. આવી સ્થિતિમાં અકસ્માતો (Road Accident) થવાના જ છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે લોકો ડ્રાઇવિંગ દરમિયાન ઊંઘી જાય છે. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ડ્રાઇવિંગ (driving) કરતી વખતે લોકોને ઊંઘ આવે છે. જેના કારણે ગંભીર અકસ્માતો પણ સર્જાયા છે. તાજેતરમાં, અમેરિકામાં આવી જ એક ઘટના બની હતી જ્યાં ડ્રાઇવર (American man slept in tesla car while driving) ઊંઘી ગયો હતો અને તેણે કારને ફૂટપાથ પર મૂકી દીધી હતી.
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, ટેક્સાસના હેમલિનમાં એક ચોંકાવનારી ઘટના બની જ્યારે ટેસ્લા કાર ચલાવતો ડ્રાઈવર ઊંઘી ગયો અને તેણે કારને ફૂટપાથ પર હંકારી દીધી. આ ઘટના સાથે જોડાયેલ એક સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. સારી વાત એ હતી કે જ્યાં તે વ્યક્તિ કાર પર ચઢી, ત્યાં માત્ર 2 સેકન્ડ (Smoking women saved as driver ride car on footpath) પહેલા જ એક મહિલા સિગારેટ પીતી અને બીજી મહિલા સાથે વાત કરતી હતી
ડ્રાઈવર ગાડી ચલાવતા ઊંઘી ગયો KWTX ન્યૂઝ 10 એ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ ઘટનાથી સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેને હેમલિન પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ફૂટપાથ પર ઉભેલી એક મહિલા સિગારેટ પી રહી છે અને દરવાજાની બીજી બાજુ ઉભેલી અન્ય મહિલા સાથે વાત કરી રહી છે.
WATCH: A West Texas Tesla driver drove into a side walk in video shown
પછી બીજી સ્ત્રી પણ થોડીવાર માટે બહાર આવે છે અને બંને અંદર જાય છે. બંને અંદર ગયા પછી લગભગ 2-3 સેકન્ડ પછી એક ટેસ્લા કાર તેજ સ્પીડમાં ફૂટપાથ પરથી પસાર થાય છે. કારની સ્પીડ એટલી ઝડપી હતી કે મહિલાઓ તેની સામે આવી ગઈ હોત તો તેનું મોત નિશ્ચિત હતું.
અનેક દુકાનોને નુકસાન પોલીસના જણાવ્યા અનુસાર કાર ચલાવતી વખતે ડ્રાઈવર ઊંઘી ગયો હતો. આ કારણે, તેની કાર ફૂટપાથ પર ઘૂસી ગઈ હતી અને વીડિયોમાં દેખાતી એકની જેમ તેણે ઘણી દુકાનોની બહાર હાહાકાર મચાવ્યો હતો. આ ઘટના 6 એપ્રિલે બની હતી જ્યારે ડ્રાઈવર ન્યૂ મેક્સિકો સ્ટેટ જઈ રહ્યો હતો. હજુ સુધી પોલીસે ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી અને તેની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તે પણ જાણી શકાયું નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર