જેરૂસલેમ હિંસા: રાષ્ટ્રવાદી કૂચ કરતા પેલેસ્ટાઇન લોકો અને ઈઝરાયલ પોલીસ વચ્ચે ધર્ષણ, 300થી વધુ ઈજાગ્રસ્ત

 • Share this:
  નવી દિલ્લી: પૂર્વ જેરુસલેમમાં રવિવારની રાતથી ઇઝરાઇલી સુરક્ષા દળો અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. ઇઝરાઇલ સત્તાવાળાઓએ આ સમયગાળા દરમિયાન ટીયર ગેસના શેલ અને 'સ્ટન ગ્રેનેડ' ચલાવ્યાં હતા.જ્યારે બીજી બાજુ પેલેસ્ટિનિયન વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ઇઝરાયલી પોલીસે કહ્યું કે, અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડ પાસેના રસ્તા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પેલેસ્ટાઇનના લોકોનું કહેવું છે કે, રમઝાનના પવિત્ર મહિનામાં મસ્જિદના પરિસરમાં 'સ્ટન ગ્રેનેડ' ચલાવવામાં આવી છે, જેના કારણે 300થી વધુ લોકો ઘાયલ થયા છે.

  અલજાઝિરાના અહેવાલમાં જણાવ્યા અનુસાર સોમવારે ઇઝરાઇલના સુરક્ષા જવાનોએ અલ અક્સા મસ્જિદમાં પ્રવેશ કર્યો હતો અને રમઝાનના 28માં દિવસે પેલેસ્ટાઈનીઓ પર રબરની ગોળીઓ, ટીયર ગેસના શેલ અને સાઉન્ડ બોમ્બ ચલાવ્યાં હતાં. એટલું જ નહીં, ઇઝરાઇલના હેલિકોપ્ટર પણ અલ અક્સા મસ્જિદ સંકુલ ઉપર ફરતા જોવા મળ્યા હતા.

  મળી રહેલા અહેવાલો અનુસાર, આ વિવાદિત વિસ્તારમાં ઇઝરાઇલના દાવા માટે ઇઝરાયલી રાષ્ટ્રવાદીઓએ ઓલ્ડ સિટીથી પરેડ લીધી હતી તેના એક દિવસ પહેલા આ અથડામણ થઈ હતી. મોડી રાત્રે શરૂ થયેલી આ અથડામણ બાદ સોમવારે વાર્ષિક 'જેરૂસલેમ ડે' સમારોહમાં વધુ હિંસા થવાની સંભાવના વધી ગઈ હતી. ઇઝરાઇલી પોલીસે ઘણા દિવસોથી ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા તણાવ છતાં રવિવારે પરેડ યોજવાની મંજૂરી આપી હતી. રવિવારે 'જેરૂસલેમ ડે' પહેલા મંત્રીમંડળની એક વિશેષ સભાને સંબોધન કરતાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, કોઈ પણ ઉગ્રવાદી બળ જેરુસલેમની શાંતિને પ્રભાવિત ન થવા દે. અમે નિર્ણાયક અને જવાબદારીપૂર્વક કાયદો અને વ્યવસ્થાનો અમલ કરીશું. "ઇઝરાઇલના વડાપ્રધાને કહ્યું," અમે બધા ધર્મોના લોકોની પૂજા કરવાની સ્વતંત્રતા ચાલુ રાખીશું, પરંતુ હિંસક પ્રવૃતિઓ નહી થવા દઇએ.

  કૉંગ્રેસના નવા અધ્યક્ષ માટે 23 જૂને યોજાશે ચૂંટણી! CWCની બેઠકમાં રજૂ કરાયો પ્રસ્તાવ


  યુનાઇટેડ સ્ટેટ્સે જેરુસલેમની વર્તમાન પરિસ્થિતિ સાથે 'ગંભીર ચિંતા' વ્યક્ત કરી છે. યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને તેમના ઇઝરાઇલી સમકક્ષને ફોન પર વાત કરતાં ચિંતા વ્યક્ત કરી હતી. યુ.એસ. નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા ઇમલી હોર્ન દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં, સુલિવાને ઇઝરાઇલને અપીલ કરી હતી કે "યરૂશાલેમ દિવસની ઉજવણી દરમિયાન શાંતિ રાખવી." જેરુસલેમ ડે "ઇઝરાઇલે 1967માં પૂર્વ જેરુસલેમ પર કબજો કર્યો હતો. તે ઉજવણી માટે ઉજવવામાં આવે છે. પૂર્વ જેરુસલેમમાં તાજેતરના અઠવાડિયામાં તણાવ વધી ગયો છે. ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન બંને પૂર્વ જેરુસલેમ પર દાવો કરે છે. શુક્રવારે મોડી રાત્રે અલ-અક્સા મસ્જિદના કમ્પાઉન્ડમાં ઇઝરાયલી પોલીસ સાથે પેલેસ્ટિનિયન લોકોએ ઘર્ષણ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલી કોર્ટનો નિર્ણય પેલેસ્ટાઈનોના રોષ માટે જવાબદાર છે.

  ‘કોરોના વાયરસ’ વિશે 2013માં કરવામાં આવી હતી આગાહી, જાણો શું છે સમગ્ર મામલો


  કોર્ટે જમણેરી ઇઝરાઇલીઓને આ તમામ સ્થળોએ સ્થાયી થવા આદેશ આપ્યો છે. ઇઝરાઇલની સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ મુદ્દે નિર્ણય આપવાનો હતો, પરંતુ હવે આ ચુકાદો ભીષણ અથડામણ બાદ 10 મે સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. જો સુપ્રીમ કોર્ટે ઇઝરાઇલ લોકોની તરફેણમાં ચુકાદો આપ્યો તો પેલેસ્ટિનિયન લોકોએ પોતાનું ઘર છોડવું પડશે. આ તણાવ વચ્ચે, જૂના શહેર ઇઝરાઇલી પોલીસે બાધા ગોઠવી દીધી જેથી પેલેસ્ટાઈન લોકો ઉપવાસ તોડવા માટે ત્યાં ભેગા ન થાય.
  Published by:kuldipsinh barot
  First published: