Home /News /world /

ફરી ઉત્તર કોરિયા ભડક્યું, ટ્રમ્પનાં નિવેદનને કહ્યું, 'કૂતરાંનું ભસવું'

ફરી ઉત્તર કોરિયા ભડક્યું, ટ્રમ્પનાં નિવેદનને કહ્યું, 'કૂતરાંનું ભસવું'

યુએનના એક રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે 2011માં કિમ માટે વિદેશોથી 300 મિલિયન ડોલરનો સામાન ખરીદવામાં આવ્યો હતો. તે પછીના વર્ષે તે રકમ બેગણી થઇ ગઇ અને 646 મિલિયન ડોલર સુધી પહોંચી ગઇ.

ઉ. કોરિયાનાં સરકારી સમચારપત્ર 'રોદોંગ સિનમુન'માં મંગળવારે 'ડિંગો મારવા' ની વાત કરતાં ટ્રમ્પનાં નિવેદનને હંસીમાં ઉડાવ્યું હતું.

    નવી દિલ્હી: કિમ જોન્ગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનું શાબ્દિક યુદ્ધ બંધ થવાનું નામ જ નથી લેતું. હવે ઉત્તર કોરિયાએ કહ્યું કે, પરમાણુ બટન અંગે ટ્રમ્પે હાંકેલી ડિંગો કોઇ ગાંડા કૂતરાંનાં ભસવા જેવી છે. આપને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલાં ટ્રમ્પે ટ્વિટ કરી હતી કે, તેમની પાસે ઉત્તર કોરિયા કરતાં મોટું પરમાણુ બટન છે.

    કિમે નવાં વર્ષ પર આ ચેતાવણી આપી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, મારા ટેબલ નીચે 'પરમાણુ બટન' લાગેલું છે જોકે, તેણે નરમી બતાવતા વાતચીતમાં શામેલ થવા અને આગામી મહિને દક્ષિણ કોરિયામાં યોજાનારા પ્યોંગચાંગનાં ઓલંપિકમાં ભાગ લેવાનો પણ રસ દાખવ્યો હતો.

    તેનાં જવાબમાં ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું હતું કે, ' મારી પાસે પણ એક પરમાણું બટન છે. અને આ બટન વધારે મોટુ અને શક્તિશાળી છે. તેમજ તે બટન કામ પણ કરે છે.'

    ટ્રમ્પની આ ટ્વિટ પર ઉત્તર કોરિયા તરફથી પહેલી પ્રતિક્રિયા આપતા ઉત્તર કોરિયાનાં સરકારી સમચારપત્ર 'રોદોંગ સિનમુન'માં મંગળવારે 'ડિંગો મારવા' ની વાત કરતાં ટ્રમ્પનાં નિવેદનને હંસીમાં ઉડાવ્યું હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: North korea

    આગામી સમાચાર