Home /News /world /

અમારી મદદ કરી શકવા સમર્થ છો તો જ અમેરિકામાં મળશે પ્રવેશઃ ટ્રમ્પ

અમારી મદદ કરી શકવા સમર્થ છો તો જ અમેરિકામાં મળશે પ્રવેશઃ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા દુનિયાનો સૌથી લોકપ્રિય દેશ છે.જેથી ઘણા લોકો અહીં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ફક્ત તે લોકો જ આવી શકશે જે યોગ્ય છે અને અમેરિકાની મદદ કરી શકે છે. ટ્રમ્પે આ વાત એક મીડિયા કોન્ફરન્સમાં કહી હતી. તે અમેરિકામાં ગેરકાયદેસર રુપથી ઘુસણખોરી રોકવા માટે પોતાની પોલિસી વિશે બતાવી રહ્યા હતા.

    વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે મીડિયાને કહ્યું હતું કે હું બોર્ડરને લઈને ઘણો સખત છું. લોકો આપણા દેશમાં કાયદેસર રીતે જ આવી શકશે ઘુસણખોરી કરીને નહીં. હું ઇચ્છું છે કે તે યોગ્યતાના આધારે જ આવે.

    ગેરકાયદેસર ઇમીગ્રેશન સંબંધિત સવાલોના જવાબ આપતા ટ્રમ્પે કહ્યું હતું કે તે યોગ્યતાના આધારે લોકોને દેશમાં બોલાવવા માંગે છે. આ એક એવું પગલું છે જેનાથી ભારત જેવા દેશના ટેકનિકી પ્રોફેશનલને અમેરિકા જવામાં મદદ કરી શકે છે. ટ્રમ્પે કહ્યું હતું કે સરકાર અને કોંગ્રેસ યોગ્ય કામ કરવાનું છે અને અમે આ કામ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરીશું નહીં.

    ટ્રમ્પે કહ્યું હતું કે અમારા દેશના લોકો નથી ઇચ્છતા કે એવા લોકો દેશમાં આવી જાય જે અમારા દેશની મદદ કરી શકતા નથી. જરા વિચારો મોટા પાયે ગેરકાયદેસર આવા અયોગ્ય વ્યક્તિ લાવીશું તો કેટલું ખરાબ થશે. આ મામલે દેશના મોટાભાગનો લોકો અમારી સાથે છે. જેથી અમારી પાસે મજબૂત પોલિસી છે.

    ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા દુનિયાનો સૌથી લોકપ્રિય દેશ છે.જેથી ઘણા લોકો અહીં આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

    (સાભાર - ફર્સ્ટપોસ્ટ)
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Donald trump, Immigration, US

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन