Home /News /world /

ટ્રમ્પે મોદી સાથે કરી વાત, ઇવાન્કાની આગતા-સ્વાગતા માટે માન્યો આભાર

ટ્રમ્પે મોદી સાથે કરી વાત, ઇવાન્કાની આગતા-સ્વાગતા માટે માન્યો આભાર

હૈદરાબાદમાં યોજાએલી ગ્લોબલ આંત્રપ્રિનિયોર સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી અને સલાહકાર ઇવાંકા ચીફ ગેસ્ટ હતી

હૈદરાબાદમાં યોજાએલી ગ્લોબલ આંત્રપ્રિનિયોર સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી અને સલાહકાર ઇવાંકા ચીફ ગેસ્ટ હતી

તાજેતરમાં હૈદરાબાદમાં યોજાયેલી ગ્લોબલ આંત્રપ્રિન્યોર સમિટ (GES) 2017ની સફળતા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સફળતા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મોદી અને ભારતે ઇવાન્કાની આગતા સ્વાગતાથી ખુશ થઈને ટ્રમ્પે આભાર પણ માન્યો હતો.

નોંધનીય છે કે હૈદરાબાદમાં યોજાએલી ગ્લોબલ આંત્રપ્રિનિયોર સમિટમાં ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી અને સલાહકાર ઇવાંકા ચીફ ગેસ્ટ હતી. આ ઇવેન્ટનું ભારત અને અમેરિકાએ સંયુક્ત આયોજન કર્યું હતું.  પીએમ મોદીએ તેના સ્વાગતમાં કોઇ કસર છોડી નહોતી. તેમનું રોબોટ મિત્રથી સ્વાગત કરવાથી માંડીને તેના માનમાં આપેલા ભોજન કાર્યક્રમમાં પિરસવામાં આવેલી વાનગીઓ ઉપરાંત આપવામાં આવેલી વિવિધ વાનગીઓની પણ સમાચારમાં રહ્યાં હતાં.

ઇવાંકા ટ્રમ્પે પણ પીએમ મોદીના વખાણ કહ્યું હતું કે એક ચા વાળા પીએમ બને તે અવિશ્વસનીય છે. ચા વાળાનો ઉલ્લેખ કરીને ખુદ પીએમ મોદીને પણ તેમણે ગદગદ કરી નાખ્યા હતા. હવે જ્યારે ઇવાંકા અમેરિકા પહોંચીને આ સગળી વાત
ટ્રંપને કરી હશે ત્યારે ખુદ ટ્રંપ પણ ભારતની સરભરાથી પ્રભાવિત થયા હશે અને એથી જ તેમણે ખુદ ફોન કરીને તેમની દિકરીના સત્કાર બદલ પીએમ મોદીનો આભાર માનતો ફોન કર્યો હતો.
First published:

Tags: Donald trump, Narendr Modi

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन