Home /News /world /

કિમના પત્ર બાદ મળવા માટે રાજી થયા ટ્રમ્પ, કહ્યું સિંગાપુરમાં થશે સમિટ

કિમના પત્ર બાદ મળવા માટે રાજી થયા ટ્રમ્પ, કહ્યું સિંગાપુરમાં થશે સમિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પ છેવટે ઉત્તર કોરિયાના સુપ્રીમ લિડર કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરવા માટે તૈયાર થયા છે. હવે બંને નેતાઓ પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળ ઉપર મુલાકાત કરશે. એટલે કે ટ્રમ્પ અને કિંમની મુલાકાત 12 જૂને સિંગાપુરમાં થશે.

વધુ જુઓ ...

    વ્હાઇટ હાઉસમાં ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારી કિમ યોંગ ચોલ સાથે મળ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતની પુષ્ટી કરી હતી. માનવામાં આવી રહ્યું છે. કે ઉત્તર કોરિયાના સુપ્રીમ લિડર કિમ જોંગ ઉન પોતાના નજીકના કિમ યોંગ ચોલ દ્વારા ટ્રમ્પને એક પત્ર મોકલ્યો હતો. જેને વાંચતા જ ટ્રમ્પ સિંગાપુરમાં પૂર્વ નિર્ધારિત સમય ઉપર કિમને મળવા માટે રાજી થઇ ગયા.

    કિંમ યોગ ચોલને વ્હાઇટ હાઉસમાં ગયા પછી ટ્રમ્પે કહ્યું હતું કે, અમે 12 જૂને સિંગાપુરમાં કિમ જોંગ ઉન સાથે બેઠક કરવા જઇ રહ્યા છીએ. અંતમાં આ સફળ પ્રક્રિયા હશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું 12 જૂને સિંગાપુરનો પ્રવાસ કરીશ. સંબંધો બની રહ્યા છે. આ એક સારી શરૂઆત છે. મને લાગે છે કે, એક બેઠકમાં અમારી પાસે સકારાત્મક પરિણામ હશે. અમેરિકા રાષ્ટ્રપતિએ કહ્યું કે મોટી વાત 12 જૂને હશે. પ્રક્રિયા 12 જૂને સિંગાપુરમાં શરૂ થશે.

    આ પહેલા ટ્રમ્પે કિંમ જોગ ઉનને પત્ર લખીને સિંગાપુરમાં 12 જૂને મુલાકાત કરવા માટે ઇન્કાર કરી દીધો હતો. જેનાથી બંને સાથે મુલાકાત કરવાની આશા રાખીને બેઠેલી દુનિયાને ઝાટકો લાગ્યો હતો. આ ઘટનાની અનેક દેશોએ
    ટિપ્પણી પણ કરી હતી. જોકે, ઉત્તર કોરિયાએ સંયમથી કામ લીધું તહું. અને મુલાકાત જાળવી રાખવા માટે કૂટનીતિક ચર્ચા શરૂ કરી. જેના પગલે કિમે ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારી કિમ યોંગ ચોલને પોતાના રાજદૂત બનાવીને ટ્રમ્પ પાસે મોકલ્યા હતા. જ્યાં મુલાકાતનો પક્ષ રાખીને રાજદૂતે ટ્રમ્પ સાથે વાત કરી હતી. મુલાકાત બાદ ટ્રમ્પ કિમ સાથે મુલાકાત કરવા માટે રાજી થયા છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Singapore, Us President Donald Trump

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन