Home /News /world /

Russia Ukraine Warના 4 મહિના પછી પરિવાર પરત ફર્યો ઘરે, મળ્યું એવું સરપ્રાઈઝ કે ભીની થઈ ગઈ આંખો

Russia Ukraine Warના 4 મહિના પછી પરિવાર પરત ફર્યો ઘરે, મળ્યું એવું સરપ્રાઈઝ કે ભીની થઈ ગઈ આંખો

જ્યારે પરિવાર 4 મહિના પછી ઘરે પાછો આવ્યો ત્યારે તેમનો ડોગ ત્યાં તેમની રાહ જોઈ રહ્યો હતો.

યુક્રેનની 35 વર્ષીય કૌટરીના ટાયટોવા (Kateryna Tytova) તેના પરિવાર અને હસ્કી જાતિના પાળેલા શ્વાન સાથે હોસ્ટોમેલ (Hostomel, Ukraine) શહેરમાં રહેતા હતા. તેમણે તેમના ડોગને (Dog left alone in Ukraine wait for owners to return)ને હોસ્ટોમલમાં છોડીને યુદ્ધ દરમિયાન જવું પડ્યું.

વધુ જુઓ ...
  યુક્રેનમાં રશિયા-યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)ના કારણે થયેલી તબાહીમાંથી બહાર આવવું દેશ માટે ખૂબ જ મુશ્કેલ છે. જો કે રશિયન લોકોએ પણ ઘણું સહન કર્યું છે, પરંતુ યુક્રેનિયનોને ઘર છોડીને ભાગવાની ફરજ પડી છે. કેટલાકને તેમના સંબંધીઓને પાછળ છોડી દેવા પડ્યા હતા અને કેટલાકને તેમના પાલતુ પ્રાણી (Pet Animals) છોડવા પડ્યા હતા. આવું જ કંઈક એક મહિલા સાથે થયું જેણે ઉતાવળમાં દેશ છોડી દીધો, જેના કારણે તેણીને તેના પાલતુ શ્વાન પાછળ છોડવું પડ્યું (Family left Ukraine city left pet dog behind).

  અહેવાલો અનુસાર, યુક્રેનમાં રહેતી 35 વર્ષીય કેટેરીના ટાયટોવા (Kateryna Tytova) તેના પતિ ઓલેક્ઝાન્ડર (Olexandr), બે બાળકો અને હસ્કી જાતિના પાલતુ કૂતરા સાથે હોસ્ટોમેલ (Hostomel, Ukraine) શહેરમાં રહેતી હતી. માર્ચમાં જ્યારે રશિયાએ આ શહેર પર હુમલો કર્યો અને અહીંના મહત્વના એરપોર્ટ પર કબજો જમાવવાનું શરૂ કર્યું, ત્યારે પરિવારને અજાણતાં શહેર છોડીને ભાગી જવું પડ્યું. મજબૂરીમાં, તેમણે તેના ડોગ્સને હોસ્ટેલમાં જ છોડી દેવો પડ્યો હતો.

  પાલતુ શ્વાનથી પરિવાર 4 મહિનાથી હતો દૂર
  પરિવાર વિનીતસિયા શહેરમાં તેમના મિત્રના ઘરે ગયો અને યુદ્ધ સમાપ્ત થવાની રાહ જોતો હતો. ઓડિટી સેન્ટ્રલના રિપોર્ટ અનુસાર, તેમને આશા હતી કે તેનો પાલતુ ડોગ સુરક્ષિત રહેશે, પરંતુ જ્યારે વધુ સમય પસાર થયો તો તેની આશા પણ ઠગારી નીવડી. જ્યારે સ્થિતિ થોડીક અંશે પાછી આવી તો કેટરિના 4 મહિના પછી પરિવાર સાથે તેના ઘરે પાછી ફરી. તે ઘરે પહોંચતા જ તેનો ડોગ તેનું સ્વાગત કરવા ઉભો હતો.

  આ પણ વાંચો: સાહુડીને ચીડવીને ભાગ્યો વાંદરો, મસ્તી જોઈને આવી જશે બાળપણની યાદ!

  ડોગને જોઈને પરિવાર ભાવુક થઈ ગયો
  મહિલાએ કહ્યું કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી. ડોગને જોઈને આખા પરિવારની આંખોમાં આંસુ આવી ગયા. મહિલાએ જણાવ્યું કે જ્યારે તેઓ શહેરમાં પાછા ફર્યા અને ત્યાંની હાલત જોઈ તો તેઓ રડવા લાગ્યા કારણ કે બધું જ બરબાદ થઈ ગયું હતું, પરંતુ તેમણે બેઈલીને ત્યાં તેમની રાહ જોતા જોયા તો તેમને લાગ્યું કે તેમને દુનિયાની સૌથી મોટી ખુશી મળી ગઈ છે.

  આ પણ વાંચો: સસલાએ વાઘને જબરદસ્ત આપી માત, ડિફેન્સ નહીં પણ સતત હુમલાની વ્યૂહરચના અપનાવીને ભાગવા કર્યા મજબૂર

  ડોગને લાગ્યું હશે કે તે નજીકના બજારમાં ગયો છે, પણ તેને ક્યાં ખબર હતી કે તેનો જીવ બચાવવા માટે આખો પરિવાર મહિનાઓ સુધી તેનાથી દૂર રહેશે. એવું માનવામાં આવે છે કે સાઇબેરીયન હસ્કી જાતિનો આ ડોગ તોપમારો દરમિયાન ક્યાંક છુપાયેલો હોવો જોઈએ અને અહીં-ત્યાં પડેલી વસ્તુઓ ખાઈને જીવતો હશે. જ્યારે તેનો પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે તે ત્યાં તેમની રાહ જોતો હતો.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Amazing, Russia ukraine war, Viral news, અજબગજબ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन