Home /News /world /મનુષ્યમાં જોવા મળ્યો કૂતરાનો કોરોના વાયરસ, શું તેનાથી જોખમ છે? જાણો, નિષ્ણાંતો શું કહે છે?

મનુષ્યમાં જોવા મળ્યો કૂતરાનો કોરોના વાયરસ, શું તેનાથી જોખમ છે? જાણો, નિષ્ણાંતો શું કહે છે?

પ્રતિકાત્મક તસવીર

મલેશિયાના સરવાક ખાતેની હોસ્પિટલના આઠ દર્દીઓમાં કુતરાનો કોરોના વાયરસ મળ્યો હોવાની જાણકારી ચેપી રોગના વિભાગને ટોચના વિજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે.

    નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીએ (corona pandemic) એક વર્ષથી વધુના સમયથી આખા વિશ્વને (world) બાનમાં લીધું છે. વાયરસના નવા નવા પ્રકાર સામે આવતા જાય છે. ત્યારે વૈજ્ઞાનિકોને (Scientists) ન્યુમોનિયાથી પિડીત કેટલાક દર્દીઓમાં કુતરામાં જોવા મળતા નવા પ્રકારના કોરોના વાયરસ મળી આવ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ આ બાબત ખતરનાક લાગી શકે. પરંતું વિશ્લેષણ કર્યા બાદ જ ખબર પડશે કે આ કેટલું જોખમી છે? મલેશિયાના (Malaysia) સરવાક ખાતેની હોસ્પિટલના આઠ દર્દીઓમાં કુતરાનો કોરોના વાયરસ મળ્યો હોવાની જાણકારી ચેપી રોગના વિભાગને ટોચના વિજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે. તો શું કૂતરા માણસોમાં કોરોના વાયરસ ફેલાવી શકે?

    સૌથી પહેલા કોરોના વાયરસ શું છે એ સમજવું જરૂરી છે. તે કોવિડ 19નું કારણ બનનાર સાર્સ કોવી 2થી અલગ છે. કોરોના વાયરસ પરિવારને આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા એમ ચાર અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. સાર્સ કોવી 2 બીટા સમૂહમાંથી આવે છે જ્યારે કુતરામાં જોવા મળતો કોરોના આલ્ફા સમુહમાંથી આવે છે.

    કુતરાના કોરોના વાયરસ અંગે વૈજ્ઞાનિકોને છેલ્લા પચાસ વર્ષથી ખ્યાલ છે. આ વાયરસ મોટાભાગનો સમય પોતાના અજાણ્યા અસ્તિત્વ સાથે રહ્યો. માત્ર પશુ ચિકિત્સકો અને ક્યારેક કૂતરા પાળનાર તેમાં રુચિ રખતા હતા. આ વાયરસથી માણસો સંક્રમિત થયા હોય તે અંગે છેલ્લે કોઈ જાણકારી નથી. પરંતુ હવે અચાનક વિશ્વમાં દરેક જગ્યાએ કોરોના વાયરસ પર લોકોની નજર હોવાને કારણે કોરોના વાયરસની હાજરી તેવા સ્થળોએ પણ જોવા મળી રહી છે, જ્યાં તે પહેલાં ક્યારેય મળી નહોતી.

    આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો live video, ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા

    તાજેતરમાં લોકોમાં જોવા મળેલો કૂતરાઓના કોરોના વાયરસનો ચેપ આ દિશામાં કરવામાં આવતી શોધનું પરિણામ હતું. આ શોધમાં જે લોકોએ ભાગ લીધો હતો, તેઓ ઘણા સમય પહેલા જ સાજા થઇ ગયા હતા. વૈજ્ઞાનિકો ખાસ કુતરાના કોરોના વાયરસની તપાસ નહોતા કરી રહ્યા. તેઓનો હેતુ એક સાથે તમામ કોરોના વાયરસની જાણ થઈ જાય તેવી પરીક્ષણ પદ્ધતિ વિકસિત કરવાનો હતો. જેને કથિત રીતે પૈન-સીઓવી નામ આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ દારૂની હેરાફેરી માટે બૂટલેગરે લગાવ્યું જોરદાર ભેજું, પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

    લેબોરેટરીમાં તૈયાર કરાયેલા વાયરસના નમૂનાઓ પરના પરીક્ષણ કાર્યની પુષ્ટિ કર્યા પછી મલેશિયામાં હોસ્પિટલમાં દાખલ ન્યુમોનિયાના 192 દર્દીઓના નમૂનાઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 9 નમૂના પોઝિટિવ આવ્યા હતા. આ મામલે તપાસ કરતાં ખબર પડી કે, 9માંથી 5 દર્દીઓને સામાન્ય કોરોના વાયરસ હતો. જ્યારે અન્ય ચારમાં કુતરાનો કોરોના વાયરસ હતો. આ હોસ્પિટલમાં દર્દીઓનું વધુ પરીક્ષણ કરતા વધુ ચાર પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.

    આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ યુવકની હત્યા કેસમાં નયન, ઉમંગ, મુકેશ રબારી સહિત 14 લોકોને આજીવન કેદની સજા, શું હતી આખી ઘટના?

    વધુ તપાસ માટે વિજ્ઞાનિકોએ તમામ 8 દર્દીઓના નાક અને ગાળાના નમૂના લઈ તપાસ કરી હતી. આ તપાસ જીવિત વાયરસની ઉપસ્થિતી શોધવા થઈ હતી. લેબોરેટરીમાં તે નમૂનાઓને કૂતરાઓની કોશિકાઓમાં નાખવામાં આવ્યા હતા. વાયરસની સંપૂર્ણ નકલ કરવામાં આવી હતી અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીના ઉપયોગથી વાયરસના કણો જોઇ શકાતા હતા. વિજ્ઞાનિકો વાયરસના જીનોમને અનુક્રમિત કરવામાં સક્ષમ હતા. કૂતરાઓમાં જોવા મળતા કોરોના વાયરસ થોડા અલગ આલ્ફા કોરોના વાયરસથી નજીકના સંબંધમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ વાયરસ ડુક્કર અને બિલાડીઓ પણ જોવા મળતા હોય છે. જોકે તે અગાઉ તે બીજે ક્યાંય જોવા નહોતા મળ્યા.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્લે બોયની ઐયાશીમાં પડ્યો ભંગ! પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે હોટલમાં રંગરેલીયા મનાવતો પકડ્યો

    વધુ ફેલાવાના પુરાવા નથી
    કૂતરાઓમાં જોવા મળતો આ કોરોના વાયરસ દર્દીઓમાં ન્યુમોનિયા માટે જવાબદાર હતો કે કેમ? તે અંગે સવાલ ઉભો થયો છે. જેનો જવાબ અત્યારે ન આપી શકાય. તપાસમાં ભાગ લેનારા 8 દર્દીઓમાંથી 7ને એડેનોવાઈરસ, ઈન્ફલ્યુએન્ઝા અથવા પેરેનફ્લુએન્ઝા વાયરસનો પણ ચેપ લાગ્યો હતો. આ તમામ વાયરસ ન્યુમોનિયાનું કારણ બને છે. તેથી સંભવ છે કે તેઓ ન્યુમોનિયા માટે જવાબદાર હોય. આપણે એમ કહી શકીએ કે આ દર્દીઓમાં જોવા મળતો ન્યુમોનિયા કૂતરાના કોરોના વાયરસથી સંબંધિત છે, પરંતુ એમ ન કહી શકીએ કે ફક્ત આ વાયરસથી તેમને ન્યુમોનિયા થયો હોય.

    મલેશિયામાં દર્દીઓમાં જોવા મળેલો કૂતરાનો કોરોના વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે તેવી આશંકા છે. જો આવું થયું તો તેના પરિણામે તે મોટી બીમારી તરીકે સામે આવશે. માણસોમાં ચેપના આ કેસો ખરેખર 2017 અને 2018ના છે તે બાબત પર પણ ધ્યાન આપવું જોઈએ. ત્રણ ચાર વર્ષમાં વાયરસના ફેલાવાનો કોઈ પુરાવો સામે આવ્યો નથી. આવી સ્થિતિમાં કુતરાઓના કોરોના વાયરસના પ્રકોપની સંભાવના વધુ ઘટાડે થાય છે.



    વર્તમાન સમયે દરેક જગ્યાએ કોરોના વાયરસ વિશે વાત કરવામાં આવી રહી છે. તેની સાથે જોડાયેલા તમામ પ્રકારના વાયરસની શોધ થઈ રહી છે. ત્યારે અણધાર્યા સ્થળોએથી વધુ પોઝિટિવ નમૂનાઓનો ઇનકાર કરી શકાય નહીં. પરંતુ તેમાંથી મોટા ભાગના ફક્ત અભ્યાસ અને પરીક્ષણ સુધી મર્યાદિત રહેશે. ચિંતા કરવાની જરૂર નથી. નવા કોરોના વાયરસની શોધ ચાલુ રહે અને તે વિસ્તૃત થાય. જેથી ભવિષ્યમાં કોઈ નવા પ્રકારનો વાયરસ સામે આવે તો તેને ઓળખવાની આપણી પાસે તક રહે.
    First published:

    Tags: Coronavirus in India, કોરોના, ભારત

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો